Nawanagar Time
ગુજરાત જામનગર

ગેસ ગળતરમાં એક શ્રમિકનું મોત નિપજતા હંગામો

gas-mills-hit-a-laborer

દિગ્વીજય પ્લોટ ગેસ ગળતરની ઘટનામાં શ્રમિકનું મોત થતાં પરપ્રાંતિયોમાં રોષ : પીએમ રિપોર્ટ કરાવા નનૈયો

જામનગર:-જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં  એક બ્રાસના કારખાનામાં ગઈ કાલે બપોરે કેમિકલ યુક્ત પડતર ટાંકાની સફાઈ દરમિયાન થયેલ ગેસ ગળતરને લીધે ગૂંગળાઈ જવાથી એક પરપ્રાંતીય શ્રમિકનું મોત થયું છે જયારે અન્યને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. બીજી તરફ શ્રમિકના મોતને કારણે પરપ્રાંતિય મજુરોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને પીએમની કાર્યવાહી પણ અટકાવી દીધી હોવાનું  મળેલ છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના દિગ્વિજય પ્લોટ 49 વિસ્તારમાં હરીભાઇની વાડી પાસે પ્લોટ નંબર સાતમાં આવેલ ન્યુ આશા એન્ટરપ્રાઇઝ નામના બ્રાસપાર્ટના કારખાના અને ભઠ્ઠીમાં આ ગોજારી ઘટના ઘટી હતી. જેમાં  લાંબા સમયથી પડતર રહેલ કારખાના પરિસરમાં આવેલ કેમિકલ વાળો ઉપયોગમાં લેવાનો હોવાથી કારખાનેદારે  ટાંકો સાફ કરવાની  શરુ કરી હતી. જેને લઈને કારખાનેદાર કમલેશભાઇ ભદ્વાએ સોમવારે બપોરે પોણા બારેક વાગ્યા  આસપાસ ભઠ્ઠીના બે કારીગરોને સફાઈ કરવામાટે અંદર ઉતરવા કહ્યું હતું.  રાધાકિશન સોબરનસિંહ કુશવાહ જાતે.કુશવાહ ઉ.વ.27 એ મૂળ બીરોનાબાદ, જીલ્લો ઇટાવા, યુપી અને રોનક રઘુવીરસિંહ કુસવાહ ઉવ 19 રે મૂળ આરિયા, જીલ્લો ઇટાવા, ઉત્તર પ્રદેશ, હાલ રે  ખોડીયાર કોલોની સોઢાસ્કુલની પાછળ રાધાબહેનના મકાનમા જામનગર વાળા બંને શ્રમિકો ટાંકામાં ઉતર્યા હતા. જોકે લાંબો સમય થતા ટાંકામાં કોઈ ચહલપહલ નહિ થતા કાખાનેદાર ટાંકા અંદર ઉતરતા તેને પણ ગેસ ગળતરની અસર પહોંચી હતી.

gas-mills-hit-a-laborer
gas-mills-hit-a-laborer

જો કે, બન્ને શ્રમિકોને સારવાર અર્થે જી. જી. હોસ્પિટલે ખસેડયા બાદ એક શ્રમિકનું મોત નિપજતાં પરપ્રાંતિય  રોષ વ્યાપી ગયો હતો અને હોસ્પિટલમાં હંગામો મચાવી પીએમ રિપોર્ટ માટે પણ નનૈયો કરી દિધો હતો. જો કે, બાદમાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં.

Related posts

બે વર્ષમાં રાઘવજીભાઈ પટેલની સંપત્તિમાં 27.90 લાખનો વધારો

Nawanagar Time

વીજવાયરની ચોરીનો ઉકેલાતો ભેદ: બે ઝડપાયા, બે ફરાર

Nawanagar Time

રાજકીય દબાણ હોય તો જ જમીન કૌભાંડની તપાસ! પોલીસ તંત્રની ઢીલી નીતિ ઉજાગર

Nawanagar Time

Leave a Comment