Nawanagar Time
ગુજરાત જામનગર

દૂધઈ નજીક ગૅસ ટેન્કરની પલટી, હાઈ-વે પર અફડા-તફડીનો માહોલ..

gas-tanker-bend-near-milk

ગૅસ રિસાવ થતાં જોડિયા-આમરણ હાઈ-વે પર અફડા-તફડીનો માહોલ

જામનગર:-જામનગર-રિલાયન્સ મોટી ખાવડીથી કંડલા તરફ જઇ રહેલું ટેન્કર દુધઇ ગામ નજીક પલ્ટી મારી જતાં ગેસ રીસાવ થયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તંત્ર સ્થળપર દોડી ગયું  અને હાઇવેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ રિલાયન્સથી કંડલા તરફ ગેસ ભરેલું ટેન્કર દોડી રહ્યું હતું ત્યારે જોડિયાથી આમરણ વચ્ચે  દુધઇ ગામ પાસે ટેન્કર પલ્ટી ખાઇગયું હતું. પરિણામે ગેસ રિસાવ થયો હતો. જેની તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવતાં યુધ્ધના ધોરણે હાઇવે બંધ કરાવવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફ,  અને ડીડીઓ સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વિગતો મુજબ ગેસ રિસાવના કારણે હાલ  હાઇવે પરના ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યું છે હજૂ પણ ગેસ રિસાવ અટકયો ન હોવાનું જાણવા મળે છે પરિણામે આજુબાજુના વિસ્તારોની વિજળી બંધ કરવામાં આવી છે  નજીકના એરિયામાં મોબાઇલનો ઉપયોગ કરવા પર તત્કાલ પ્રતિબંધ મુકી દેવાયો છે.

Related posts

દ્વારકા: સિદ્ધનાથ રોડ પરના પુસ્તકાલય પાછળ રાત પડે ને જામતી દારૂની મહેફીલ

Nawanagar Time

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે કપાસ ખરીદીમાં ભ્રષ્ટાચાર

Nawanagar Time

તબિબોને બાયોમેડિકલ વેસ્ટનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે

Nawanagar Time

Leave a Comment