Nawanagar Time
સ્પોર્ટસ

ગંભીરે ધોની પર લગાવ્યા આ આરોપ અને થયું કઈક આવું…

લગભગ 2 વર્ષથી ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલા ગંભીરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. દિલ્હી તરફથી રણજી ટ્રોફી રમચો શતક લગાવતા આ ખેલથી સંન્યાસ લીધો. આ વચ્ચે મહેન્દ્ર ધોનીથી જોડાયેલો એક સનસનીખેજ ખુલાસો પણ કર્યો છે.

ગંભીરે 2012માં થયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં ધોનીની કેપ્ટનસી અને યોજનાઓ પર પ્રશ્નો ઊઠાવ્યા. ગંભીરે જણાવ્યું કે એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એને ખબર પડી કે 2015 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી 2012માં જ થઇ ગઇ હતી.

એક મીડિયા સાથે વાતચીત દરમિયાન 2012માં ઓસ્ટ્રેલિયામાં થયેલી સીબી સીરિઝ દરમિયાન પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નિર્ણય પર ખુલીને ચર્ચા કરી.

ગંભીરે એ પ્રવાસને યાદ કરતા જણાવ્યું કે આ સીરિઝમાં ધોનીએ સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને ગંભીરને એક સાથે નહીં રમવા દેવાનો નિર્ણય કર્યો હતો કારણ કે એ 2015ના વર્લ્ડ કપ માટે યુવાઓને તક આપવા ઇચ્છતો હતો.

ગંભીરે જણાવ્યું ટ્રાઇ સીરિઝમાં ધોનીએ કહ્યું હતું કે અમે ત્રણેય એક સાથે રમી શકીશું નહીં કારણ કે 2015 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યું છે. મને લાગે છે કે કોઇ પણ ક્રિકેટર માટે આ તગડો ઝટકો હોત.

Related posts

IPL 2020: KKRને આંચકો:ક્રિસ ગ્રીન ઉપર પ્રતિબંધ

Nawanagar Time

આખરે ક્યા આધાર પર ઓસ્ટ્રેલિયાને નં.1નું સ્થાન મળ્યુ: ગૌતમ ગંભીર

Nawanagar Time

વન ડે  શ્રેણીમાં ભારતની શાનદાર જીત ના શિલ્પી 

Nawanagar Time

Leave a Comment