Nawanagar Time
જામનગર

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી: ક્વાટર્સ મરામતની દરખાસ્ત પેન્ડીંગ

committe meeting

જામનગર જિલ્લા પંચાયતની આજે મળેલી ચોથી સામાન્ય સભામાં બિલ્ડીંગ મરામત જાળવણી ખર્ચની દરખાસ્ત સતા પક્ષ દ્વારા પેન્ડીંગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે ૧૧.૩૦ કલાકે પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી પ્રસશ્તિ પરિક અને પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

સભાની શરૃઆતમાં રક્તદાન પ્રવૃત્તિમાં ભાગ લેનાર વૈભવ વસોયા, જીગ્નેશ જોષી અને દિવ્યેશ સંઘાણી નામના ત્રણ અધિકારીઓ ઉપરાંત રાજયકક્ષાએ પીએસસીનો કાયા કલ્પ કરનારા તથા ઉત્તમ કામગીરી કરનારા ડો. સુભાષ ધમસાણીયા, કૌલાષ વૈષ્ણવ, ડો. કાયાણી, ડો. જીતેન્દ્ર નડીયાપરા, ડો. એ.ડી. બથવારને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યાં હતાં.

આ સભામાં સદસ્ય મોહનભાઈ પરમારે ભીમકટા ગામ આજી ડેમ નજીક ચેક ડેમ બનાવવા, જામસર પાસે નવો કેશીયાનો ડેમ લીકેજ છે તેને ઉંડો ઉતારી જરૃરી કામગીરી કરવા પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેનાં જવાબમાં જણાવાયું હતું કે, નવા ચેક ડેમની મંજૂરી સરકાર પાસેથી લેવાની હોય છે. ઉપરાંત શિક્ષણ વિભાગમાં પડેલી ખાલી જગ્યા અંગે પણ પ્રશ્ન ઉઠાવાયા હતાં.

જોડિયાના ભોરાણા-ભેંસદડ ગામના નવા સીસી રોડમાં ગાબડા પડ્યાની ફરિયાદ અંગે તપાસ કરવાશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.

વિપક્ષના સદસ્ય કણઝારીયાભાઈએ પેચવર્કના કામો સત્વરે શરૃ કરવા માંગ કરી હતી. જેમાં ડીડીવાયે જરૃરી અને સતામાં આવતા કામો શરૃ કરવા સૂચના આપી હતી.

કાલાવડના મોટા પાંચદેવડાના ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવા માંગણી કરવામાં આવતા જવાબ અપાયો હતો કે, નિયમ મુજબ મંજૂરી આપવામાં આવે છે.

શહેરના પટેલ કોલોની, પંચવટી વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તકના ક્વાટરોની મરામત અંગેની દરખાસ્ત સામે સદસ્ય હેમત ખવાએ આ દરખાસ્ત પેન્ડીંગ રાખવા સૂચનો કરતા દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી હતી. આ કામ માટે સાડા તેર લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જો કે, પુરક માહિતી મળ્યે આવતી સભામાં આ દરખાસ્ત રજૂ કરવા નિર્ણય લેવાયો હતો. જિલ્લા પંચાયત કચેરી પાછળ ભાગે ગેરેજ પાસેની પડતર સાત હજાર ફૂટ જગ્યા રાજય સરકાર પાસેથી મેળવવા સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરાઈ હતી.

Related posts

મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડી આચરનાર મુખ્ય સુત્રધાર સામેથી હાજર

Nawanagar Time

મહનગરપાલિકા ફરિયાદ સંકલન સમિતિ બેઠક યોજાવાનું બંધ થઈ ગયું

Nawanagar Time

ચૂંટણી પછી પણ ઓડિયો-વીડિયો ક્લિપીંગ ચર્ચામાં !

Nawanagar Time

Leave a Comment