Nawanagar Time
ટેક્નોલૉજી

રેલવેની ટિકિટને ઓનલાઇન કરાવો કેન્સલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત

get-the-railway-ticket-online-online-cancel-step-by-step

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) ઓનલાઇન માધ્યમથી ટ્રેન ટિકિટ બુકિંગ કરાવવાની સાથે સાથે ટિકિટ કેન્સલ કરાવવાની સુવિધા પણ આપે છે. ટિકિટ કેન્સલ કરાવવાની આવશ્યક શરત એ છે કે ટિકિટ ક્યાં તો ઇ-ટિકિટ હોવી જોઈએ અથવા તો કાઉન્ટરથી ખરીદેલી હોવી જોઈએ. જોકે આઇઆરસીટીસી ટિકિટને કેન્સલ કરાવવા પર મુસાફરો પાસેથી કેટલોક શુલ્ક પણ વસૂલે છે. આઈઆરસીટીસીની કેન્સિલેશન ફીસ તે વર્ગ ઉપર આધાર રાખે છે જેના માટે યાત્રીએ ટિકિટ બુક કરાવી છે.

આઈઆરસીટીસી પ્રમાણે, ટ્રેન ટિકિટને ત્યાં સુધી કેન્સલ કરી શકાય છે જ્યાં સુધી મુસાફરી માટે ચાર્ટ તૈયાર ન થાય. ટ્રેનની ટિકિટને સફળતાપૂર્વક કેન્સલ કરાવ્યા પછી, રિફંડ (કેન્સિલેશન ફીની કપાત પછી) ગ્રાહકના તે જ ખાતા / વૉલેટમાં પાછા મોકલવામાં આવે છે, જેનો ઉપયોગ ટિકિટ બુકિંગ દરમિયાન કરવામાં આવેલ હોય છે.

જાણો કેવી રીતે ટિકિટ કેન્સલ કરાવાય: સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ-

  1. આઈઆરસીટીસીની વેબસાઇટ irctc.co.in પર જાઓ.
  2. આઈઆરસીટીસીની વેબસાઇટ તમારા આઈડી અને પાસવર્ડની મદદ લોગઇન કરો.
  3. માય એકાઉન્ટ- માય ટ્રાંજેક્શન પર નેવિગેટ કરો અને બુક્ડ ટિકિટ હિસ્ટ્રી પર ક્લિક કરો.
  4. હવે તે ટ્રેન ટિકિટ પર ક્લિક કરો જે કન્સલ કરવી છે.
  5. કેન્સલ ટિકિટ પર ક્લિક કરો.
  6. તે મુસાફર પર ક્લિક કરો જેના નામ પર ટિકિટ કેન્સલ થાય છે અને પછી કેન્સલ ટિકિટ પર ક્લિક કરો.
  7. ઓકે પર ક્લિક કરીને ટ્રેન કેન્સિલેશન કન્ફર્મ કરો.

Related posts

આ મોબાઇલ કંપની માર્કેટમાં લાવી રહી છે 48 MP વાળો ફોન,જાણો તેના ફીચર્સ…

Nawanagar Time

જો તમારા સ્માર્ટફોનમાં છે આ એપ્સ? તરત કરી દો ડિલીટ

Nawanagar Time

બ્રિટનમાં 18 કેરેટના સોનાનું ડેબિટ કાર્ડ આવ્યું, કિંમત છે 16.8પ લાખ

Nawanagar Time

Leave a Comment