Nawanagar Time
ગુજરાત જામનગર

દર્દીઓથી ઉભરાતી જી.જી. હોસ્પિટલ

gg-emerging-from-patients-hospital

જામનગર:-જામનગરની જી.જી.હોસ્પિટલમાં રોગચાળો બેકાબૂ બન્યો હોય તે રીતે દર્દીઓ સતત ઉભરાય રહ્યા છે. ઉનાળાની રરૂઆત થતાજ જામનગરમાં તાવ, શરદી, ઝાડા-ઉલટીના દર્દીઓ  છે. શહેરની જી.જી.હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ આવતા હોય છે. તાજેતરમાં જામનગરનું જી.જી.હોસ્પિટલમાં સામાન્ય દવાઓ લેવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે.

જી.જી.હોસ્પિટલએ સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો વહેલી સવારથીજ કેસબારી અને ઓપીડીમાં દવાઓ લેવા માટે લાઇનમાં ઉભા રહે છે. દર્દીઓ  છેકે અમે વહેલી સવારથી ઘરેથી નીકળ્યા છીએ બપોરે બાર વાગ્યા સુધી અમારો ઓપીડીમાં વારો નથી આવ્યો, સામાન્ય દવાઓ લેવા માટે પણ અડધા દીવસનું રોજ બગડે છે. મજુરીકામ કરતો વર્ગ આખરે દવા લેવા જી.જી.હોસ્પિટલ સિવાય અન્ય કોઇ જગ્યાએ જઇ શકતો નથી. સરકારી હોસ્પિટલએ મજુર વર્ગ માટે એકમાત્ર સારવારનું સ્થળ હોય  અહિં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

સવારથી બપોર સુધી લાઇનમાં ઉભા રહે ત્યારે તેનો ઓપીડીમાં સામાન્ય દવાઓ લેવા માટે વારો આવે છે. જી.જી. હોસ્પિટલમાં તાજેતરમાં તાવ, શરદી, ઝાડા-ઉલટીના કેસનો ધરખમ વધારો નોંધાયો છે. સમગ્ર શહેરમાં ઉનાળાની શરૂઆત થતા રોગચાળો બેકાબૂ બન્યો છે.

Related posts

ટેકાની રાહ જોયાં વગર ખૂલ્લા બજારમાં મગફળી વેંચવા ખેડૂતોની દોટ

Nawanagar Time

બેડીના નાકે ભરાતી કડિયા બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં: કોરોનાને લાલ જાજમ

Nawanagar Time

ચાર દુકાનોમાં ચોરીનો પ્રયત્ન કરનાર બે શખ્સો ઝડપાયા

Nawanagar Time

Leave a Comment