Nawanagar Time
ગુજરાત જામનગર

જી.જી. હોસ્પિટલમાં ઠેર-ઠેર લાઇટ-પંખાના ધાંધિયા

gg-in-the-hospital-the-light-fan-garbage

સુપ્રિન્ટેન્ડન્ટન્ટે એવો બચાવ કર્યો હતો કે સબ સ્ટેશનમાં રજીસ્ટર રખાયુ છે, તેમાં લેખિત ફરિયાદ કરી શકાય છે

જામનગર:-સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી એવી જામનગરની જી.જી. હોસ્પિટલમાં બીજી અનેક સમસ્યાઓની જેમ લાઇટ-પંખાના ધાંધિયાની પણ એવી જ સમસ્યા છે  રીપેર માટે જો ટયુબલાઇટ-પંખા વગેરે જાય તો જલદી પરત આવે જ નહીં.

જિલ્લા કક્ષાની મીટીંગ સુધી છેક આ પ્રશ્ર્ન પહોંચ્યો કે જી.જી. હોસ્પિટલની લોબીઓ, વોર્ડ, બાથરૂમ, દાદરા, અરે અમુક તો ડોકટરની ચેમ્બરો, સ્ટાફરૂમ પેસેજ, કમ્પાઉન્ડ વગેરેમાં વારંવાર બલ્બ બંધ હોય છે, ટયુબલાઇટ ઉડી ગઇ હોય છે, પંખા ચાલતા નથી  કાંતો, ઘરેરાટી કરતા હોય છે. આ સમગ્ર બાબતો જોવા માટે કોઇ નિયમીત સીસ્ટમ નથી જોકે સુપ્રિન્ટેન્ડન્ટન્ટે એવો બચાવ કર્યો હતો કે સબ સ્ટેશનમાં રજીસ્ટર રખાયુ છે, તેમાં લેખિત ફરિયાદ કરી શકાય જેથી પી.આઇ.યુ.ના ઇલેકટ્રીક વિભાગના કર્મચારી રજીસ્ટર જોઇ તે પ્રમાણે રીપેરીંગની કાર્યવાહી હાથ ધરે છે.

જીજી હૉસ્પિટલમાં સામાન્ય સુવિધાઓના  અંગે અનેક વખત તંત્રને રજૂઆતો થઈ ચૂકી છે, પરંતુ દીવા તળે અંધારૂ હોય તેમ તંત્ર આ મામલે યોગ્ય પગલાં લેવા તૈયાર નથી. વીજળી ન હોવાથી લોકો અનેક હાલાકીનો સામનો કરી રહ્યાં છે. અંધારામાં કોઈ ગંભીર ઘટના બની જાય તો જવાબદાર કોણ ગણાશે? તેવા પ્રશ્ર્નો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે.  હૉસ્પિટલમાં વારંવાર ઉઠતી ફરિયાદો મામલે તંત્ર ક્યારે કુંભકર્ણી નિંદ્રામાંથી જાગશે તે પ્રશ્ર્ન છે.

Related posts

બેટ-દ્વારકા વચ્ચે ‘સિગલ’ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

Nawanagar Time

જામનગરમાં રેકડી-કેબીનના જૂજ દબાણો પકડી બાહોશી દેખાડતું તંત્ર

Nawanagar Time

કૃત્રિમ અછત ઉભી ન થાય તે માટે ખેડૂતો ખાતર-બિયારણ લઈ રાખે

Nawanagar Time

Leave a Comment