Nawanagar Time
ગુજરાત જામનગર

જી.જી. હોસ્પિટલમાં સરકારી એમ્બ્યુલન્સના બદલે ખાનગી વાહનોની બોલબાલા

gg-private-hospital-ownership-instead-of-government-ambulance-in-hospital

સરકારી એમ્બ્યુલન્સના ડ્રાઈવરોનો અતો-પતો ન હોય, ખાનગી એમ્બ્યુલન્સ ધારકોને લૂંટનું લાયસન્સ

જામનગર:-સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલની એમ્બ્યુલન્સો સંતાયેલી હોય છે અને ખાનગી વાહનોની બોલબાલા હોય છે. સરકારની વ્યવસ્થા હોવા છતાં ગરીબ અને મજબુર દર્દીઓ ખંખેરાય છે. આ અંગે ઉઠેલા પ્રશ્ર્નમાં એવો મુદો હતો કે ટ્રોમાં સેન્ટર માટે એમ્બ્યુલન્સો હાજર હોવી જોઇએ કેમકે દર્દીઓને ગમે ત્યારે હાયર  રીફર કરવા તાત્કાલીક એમ્બ્યુલન્સ મળી રહે તે જરૂરી છે પરંતુ એ રીતે એમ્બ્યુલન્સ હોતી નથી.

જે અંગે જી. જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં છ એમ્બ્યુલન્સ છે જેમાંથી 4 ટ્રોમાં સેન્ટરના દર્દીઓ માટે, 1 ટી.બી. પેશન્ટ માટે અને 1 નવા બીલ્ડીંગના દર્દીઓને શીફટ કરવા માટે રાખવામાં આવી છે.  ટ્રોમાં સેન્ટરના દર્દીઓના સગા-સંબંધીઓને એમ્બ્યુલન્સની જાણકારી અપાઇ છે. તેથી તે સેવા જરૂર પડે ત્યારે લઇ શકીએ.

પરંતુ વાસ્તવીકતાએ છે કે ખાનગી એમ્બ્યુલન્સ અને એમ્બ્યુલન્સ ધારકો જ ઠેર ઠેર દેખાતા હોય છે. સરકારી ગાડીઓ દેખાતી નથી હોતી. ઉપરથી આ ખાનગી એમ્બ્યુલન્સોમાં દર્દીઓને વેતરી નાખવામાં આવે છે. તેમાં ભાડાના કોઇ ધારા  જ નથી તેવી અનેક ફરિયાદો ઉઠે છે.

Related posts

જામનગરમાં બહાર આટા મારતાં શખ્સને ઘરે રહેવાનું કહેતા યુવાન ઉપર હુમલો

Nawanagar Time

કચ્છ રાપરના એડવોકેટની હત્યાના જામનગરમાં ઘેરા પડઘાં

Nawanagar Time

જામનગરમાં તાપમાનનો પારો ઊંચકાયો: છ દિવસમાં સાત ડિગ્રીનો વધારો

Nawanagar Time

Leave a Comment