Nawanagar Time
ગુજરાત જામનગર

જી.જી. હોસ્પિટલ સામેની ગેરકાયદે દુકાનો કયારે હટશે ?

gg-when-will-the-illegal-shops-against-the-hospital-be-removed

પાંચ વર્ષ પહેલાં લીઝ પુરી થઇ જવા છતાં મહાનગરપાલિકા નથી ભાડું ઉઘરાવતી કે નથી દુકાનો હટાવતી : ટ્રાફિક માટે અડચણરૂપ દુકાનોથી પ્રજાજનો પરેશાન

જામનગર:-જામનગર હોસ્પિટલની સરકારી જી જી હોસ્પિટલના સામે જ આવેલી 49 જેટલી દુકાનોની લીઝની સાડા  વર્ષ પહેલા જ પુરી થઇ ગઈ  છે, આ દુકાનો ટ્રાફિકમાં ખુબ જ નડતર રૂપ છે, જે મહાપાલિકા કોઈ અજ્ઞાત કારણોસર હટાવતી નથી, જીજી હોસ્પિટલની સામે આવેલી દુકાનો વિવાદમાં છે, ખરેખર તો આ દુકાનો જ ટ્રાફિક ક્રિયેટ કરે છે, આ દુકાનોની લીઝ 31-10-13થી લીઝ પુરી થઇ ગઈ છે, ત્યાર પછી  આ ભાડે અપાયેલી દુકાનોનું ભાડું ઉઘરાવતું નથી કે નથી કોર્પોરેશન આ દુકાનો ખસેડતી.

જે તે સમજે પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતો માટે જામનગરના રાજાએ અહીં કાચી દુકાનો બનાવી દીધી હતી, દુકાનો વાળી આ જગ્યા હાલ ગુલાબકુંવરબા ટ્રસ્ટની છે. આ ટ્રસ્ટે કોર્પોરેશનને ભાડા પટ્ટા પર આપેલી હતી. લીઝ પુરી થયાને સાડા પાંચ  થયા પરંતુ હજુ સુધી નડતરરૂપ દુકાનો યથાવત છે.

તાજેતરમાં આ તમામ દુકાનોને ત્યાંથી હટાવીને આયુર્વેદ કેમ્પસમાં ખસેડાશે, એવો નિર્ણય લેવાયો હતો, પરંતુ હજુ સુધી દુકાનો યથાવત છે.

આઝાદી પહેલા કરાચીથી આવેલા નિરાશ્રિતો માટે આ જગ્યાએ જામનગરના રાજવીએ અહીં તે લોકોને વસાવ્યા હતા. ત્યાર બાદ નિરાશ્રિતો ને બદલે સ્થાનિક લોકોએ  દૂકોનો ચણી લીધી હતી, જી.જી. હોસ્પીટલ સામેનો રસ્તો પણ પહોળો થશે  ખરેખર તો ત્યારે જ ટ્રાફિક સમસ્યા હળવી થશે.

Related posts

હાપા યાર્ડમાં મગફળીના સેમ્પલ લેવા પુરવઠા પાસે પુરતો સ્ટાફ જ નથી: નયનાબેન માધાણી

Nawanagar Time

થય રહ્યાં છે મોટા ખુલાસા.. ! શકિતસિંહે મારૂ મતપત્રક ખેંચવા પ્રયાસ કર્યો હતો: રાઘવજી પટેલ

Nawanagar Time

તા.પ-જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે વૉર્ડવાઈઝ મતદારયાદી

Nawanagar Time

Leave a Comment