Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા હાઇવે માર્ગ પર દ્વારકાધીશના શરણમાં જતાં ભકતોના ઘોડાપુર

ghodapur-of-devotees-going-to-the-shelter-of-dwarkadhish-on-the-kafbaliya-highway-road

ખંભાળિયા:-દ્વારકાના નાથ કાળિયા ઠાકોરના સંગે હૂતાસણી પર્વની ઉજવણી કરવાનું પુરાતનકાળથી અનન્ય મહાત્મય છે દ્વારકાધીશના સાનિઘ્યમાં  ઉત્સવની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે હાલાર પંથક જ નહિં પરંતુ સમગ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ ભકતજનો દ્વારકા ખાતે પગપાળા આવી, ઉજવણી મારફતે પુણ્યનું ભાથું બાંધે છે.

હોળી-ધૂળેટી પર્વે દ્વારકા જવા માટે દર વર્ષે જુદા જુદા ગામો-શહેરોમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડે છે. આ પદયાત્રીઓ  નજીકના હાઇવે માર્ગ પરથી પસાર થયા છે.

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે ખંભાળિયા નજીકના હાઇવે પર અનેક સ્થળોએ સેવાભાવી કાર્યકરો દ્વારા સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. અહિંના દાતા-ખંભાળિયા-દ્વારકા હાઇવે પર તાલુકામાં જ અંદાજીત બે ડઝન જેટલા નાના-મોટા સેવા કેમ્પ હાલ ધમધમી રહ્યા છે. આ  ભાઇઓ ઉપરાંત બહેનો દ્વારા પણ વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પોમાં વિવિધ પ્રકારના ભોજન ઉપરાંત નાસ્તો, ચા-પાણી, ઠંડા પીણા વિગેરે ઉપરાંત દવા, મોબાઇલ ચાર્જીંગની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે.

ghodapur-of-devotees-going-to-the-shelter-of-dwarkadhish-on-the-kafbaliya-highway-road
ghodapur-of-devotees-going-to-the-shelter-of-dwarkadhish-on-the-kafbaliya-highway-road
ghodapur-of-devotees-going-to-the-shelter-of-dwarkadhish-on-the-kafbaliya-highway-road
ghodapur-of-devotees-going-to-the-shelter-of-dwarkadhish-on-the-kafbaliya-highway-road

આ સાથે પદયાત્રી ભાઇઓ-બહેનોને ગરમ પાણી તથા બામ વડે પગચંપી કરી, સેવાભાવી ભાઇઓ-બહેનો પુણ્યનું  બાંધે છે. આ ઉપરાંત ડી.જે. મ્યુઝીકના સથવારે રાસ-ગરબાના સથવારે પદયાત્રીઓને રાતવાસો કરવાની સુંદર સુવિધાઓ પણ સેવાભાવી કાર્યકરો દ્વારા પુરી પાડવામાં આવે છે. આટલું જ નહિં, ઠેર-ઠેરથી સેવાભાવી સદ્ગૃહસ્થો નગરજનો દ્વારા સ્વૈચ્છીક રીતે માર્ગ પર વાહનો મારફતે જઇ, આઇસ્ક્રીમ, ઠંડા પીણા, છાશ, સરબત, રસ વિગેરેનું વિતરણ કરવામાં આવે છે. આ  અહિંની સેવાભાવી સંસ્થાઓ-કાર્યકરો દ્વારા પદયાત્રીઓ માટે જરૂરી અને ઉપયોગી ચીજવસ્તુઓ-સેવાઓ આપવા માટેની તત્પરતા જોવા મળે છે. હવે હોળીના તહેવારને આડે માત્ર બે જ દિવસ છે, ત્યારે ખંભાળિયા-દ્વારકા હાઇવે પરના સેવા કેમ્પોમાં પદયાત્રીઓ-સેવાભાવીઓના ધમધમાટ અને પોલીસ તંત્રની પણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હવે કેમ્પો સમાપન તથા પૂર્ણાહૂતિ તરફ જોવા મળશે.

ghodapur-of-devotees-going-to-the-shelter-of-dwarkadhish-on-the-kafbaliya-highway-road
ghodapur-of-devotees-going-to-the-shelter-of-dwarkadhish-on-the-kafbaliya-highway-road

Related posts

અમૂલની ચાલાકી! છાશના ભાવ વધારવાને બદલે છાશ જ ઘટાડી નાંખી

Nawanagar Time

પવનચકકીના ધંધાર્થીઓ સામે કલ્યાણપુર ગ્રામ પંચાયત આકરા પાણીએ

Nawanagar Time

‘ઉઘાડા’ વિરોધ વચ્ચે એસટી કર્મીઓની હડતાલ યથાવત્

Nawanagar Time

Leave a Comment