Nawanagar Time
ગુજરાત જામનગર

પ્લોટની ફાળવણીમાં જીઆઇડીસીએ મળતિયાઓને ખટવી દીધા

gidc-foiled-allotment-in-plot-allocation

19 મહિના જેટલો લાંબો સમય વિતવા છતાં અરજદારોને પ્લોટ ફાળવવામાં ન આવતાં જીઆઇડીસી શેડ હોલ્ડર એસો. દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત

જામનગર:-જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં જીઆઇડીસી ફેસ-1 ખાતે પ્લોટની ફાળવણીમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ જીઆઇડીસી શેડ  એસો. દ્વારા કરાયો છે. પ્લોટની ફાળવણીમાં અરજદારોને કોરણે મૂકી મળતિયાઓને અગ્રતા અપાઇ હોવાનો ગંભીર આરોપ પણ મુકાયો છે.

રજૂઆતમાં જણાવાયા અનુસાર જીઆઇડીસી ડિવીઝનલ મેનેજર દ્વારા પ્લોટના માંગણીદારો સાથે તા.4-8-2017ના રોજ ગોઠવાયેલી બેઠક એકાએક રદ કરી નાખી હતી. આ બેઠક રદ થયા બાદ ફરીથી અરજદારોને બોલાવાયા હતાં જેમાંથી અંદાજે 72  અરજદારોને પ્લોટ ફાળવાયા છે. પરંતુ આ વાતને 19 મહિના વિતી ગયા હોવા છતાં પણ બાકી રહેલા અન્ય અરજદારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. આ મામલે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જીઆઇડીસી દ્વારા કોઇ પગલાં લેવાયા નથી જેથી અરજદારોને કોરણે રાખી મળતિયાઓને પ્લોટ ફાળવી દેવાયા હોવાની શંકા એસો. દ્વારા  કરવામાં આવી છે.

ભૂતકાળમાં બેઠક કયા કારણોસર રદ કરવામાં આવી હતી. તે મામલે જીઆઇડીસીને ખુલાસો કરવા રજૂઆતમાં જણાવાયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ માંગ કરવામાં આવી છે કે પ્લોટની ફાળવણી મંજૂર કરવા જીઆઇડીસીને સ્પષ્ટ આદેશ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે.

Related posts

રૂ.28 લાખની ફોર્ચ્યુંનર કાર ચોરાઈ ગઈ, અહીં પાર્ક કરેલી હતી

Nawanagar Time

કાર્બાઇડથી કેરી પકાવતા વેપારીઓ પર તૂટી પડતું જામ્યુકો

Nawanagar Time

કો2ોના કાળે ઉત્સવોની ઉજવણીનો નવો અનુભવ ક2ાવ્યો: જીતુ લાલ

Nawanagar Time

Leave a Comment