Nawanagar Time
ગુજરાત જામનગર

GIDC હવે LRCના નાણાં વસૂલ્યા વિના લિઝ ડીડને મંજૂરી આપશે

gidc-will-now-allow-liz-deed-without-charging-lrcs-money

શંકરટેકરી જીઆઈડીસીના ઉદ્યોગકારોની લડતને પગલે જીઆઈડીસીએ લિઝ ડીડમાં આપી રાહત

જામનગર:-જામનગરના વિશ્ર્વ પ્રસિદ્ધ બ્રાસ ઉદ્યોગના હબ એવા શંકરટેકરી જીઆઈડીસીમાં ઉદ્યોગકારો સાથે જીઆઈડીસીના સત્તાધિશો એલઆરસીના નાણાં વસૂલવા મુદ્દે અક્કડ વલણ અપનાવતા હોવાથી ઉદ્યોગકારોએ લડત શરૂ કરતાં  લડત રંગ લાવી છે અને હાલતુર્ત લિઝ ડીડ માટે એલઆરસીના નાણાંની ફરજિયાત વસૂલાત મુલ્તવી રાખી, અન્ય નાણાં ભરપાઈ કર્યે લિઝ ડીડને મંજૂરી આપવા સરકારે મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર-3 ઔદ્યોગિક વસાહતના એલઆરસીના લેણાં અન્વયે જીઆઈડીસી દ્વારા જક્કી વલણ અપનાવી પ્લોટ હોલ્ડર લિઝ ડીડ માટે  ત્યારે ફરજિયાતપણે એલઆરસીના નાણાં ભરવાનો આગ્રહ રાખવામાં આવતાં, આ મામલે જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન ર અને 3 ના સભ્યો દ્વારા લડત છેડવામાં આવી હતી અને ગત્ તા.6, માર્ચના રોજ નિગમની વડી કચેરીએ ઉગ્ર રજૂઆત કરી જડ વલણ બંધ કરવા માંગણી કરી હતી.

બીજી તરફ, ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને  ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના સત્તાધિશો દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને એલઆરસી અંગે અગત્યનો નિર્ણય લઈ એલઆરસીની ભરવાપાત્ર રકમનું પ્રકરણ હાલ વડી કચેરીમાં મંગાવાયું છે અને ઉદ્યોગકારો પાસેથી એલઆરસી સિવાયના નાણાં વસૂલ મેળવી જરૂરી બાહેંધરી સાથે જામનગર-3 ના ફાળવણીદારો પાસેથી લિઝ ડીડ, ર (આર)/ર (એસ)ની મંજૂરી આપવા ક્ષેત્રિય  સૂચના મળતાં આ મામલે પ્રાદેશિક મેનેજર જીઆઈડીસી (જામનગર) દ્વારા શંકરટેકરી ફેકટરી ઓનર્સ એસોસિએશનને લેખિત જાણ કરવામાં આવી છે.

આ અંગે જામનગર ફેકરટી ઓનર્સ એસો.ના પ્રમુખ રાજેશભાઈ ચાંગાણીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોની લડત રંગ લાવી છે અને ઉદ્યોગકારોએ વડી કચેરીએ કરેલી રજૂઆત બાદ લિઝ ડીડ મામલે જીઆઈડીસીએ વાજબી વલણ અપનાવ્યું  જેને આવકારી આવનારા દિવસોમાં પણ જીઆઈડીસીના પ્રશ્ર્નોને લઈ આ જ રીતે  લડત આપવામાં આવનાર હોવાનું ઉમેર્યું હતું.

આમ, જામનગરના ઉદ્યોગકારોની લડત રંગ લાવી છે અને જીઆઈડીસીના જડ વલણ સામે એક બની લડત આપતાં હાલતુર્ત એલઆરસીના ફરજિયાત ચૂકવણાં કર્યા વગર પણ લિઝ ડીડને મંજૂરી આપવાની છૂટ મળતાં  ઉદ્યોગકારોમાં ખુશીની લાગણી  છે.

Related posts

બાઇક સાથે બળદ અથડાયો, એકનું મોત

Nawanagar Time

21 નવી ટીપી સ્કિમની અમલવારી, વિકાસના અનેક પ્રોજેક્ટ

Nawanagar Time

ઓશવાળ હોસ્પિટલ નજીક એસ્ટેટ-દબાણકર્તા વચ્ચે ઘર્ષણ

Nawanagar Time

Leave a Comment