Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં દૂધના તપેલામાં પડી જતાં બાળકીનું મોત

girl-child-dies-due-to-milk-crusher-in-jamnagar

ચંદ્રગઢ ગામે અજાણ્યા યુવાનનું મોત, જામનગરમાં શ્ર્વાસ ઉપડતા વૃદ્ધાનું મૃત્યુ

જામનગર:-જામનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ બન્યા છે જેમાં ગરમ દૂધના તપેલામાં પડી ગયેલ માસૂમ બાળકી તેમજ શ્ર્વાસની બીમારીના કારણે  મોત નિપજયું હતું.

જામનગરમાં ગરમ દુઘમાં પડી જતા ગંભીર રીતે દાજી ગયેલા બાળકીનું અમદાવાદમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જયારે તાલુકાના ચંદ્રગઢ ગામના પાટીએ એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. બીમારીના કારણે યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જયારે જામનગરમાં શ્વાસ ઉપડતા મણકાની બીમારીથી પીડાતા વૃધ્ધાનું મૃત્યુ  છે.

જામનગરમાં દરબારગઢની બાજુમાં પટણીવાડમાં રહેતા એક પરિવારની નુર એજામ પન્ના  ઉ.વ.3ને  ગત તા. 27/2ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બાળકી જામનગર ખાતેના નિવાસ્થાને ગરમ દુઘના તપેલામાં પડી જતા ગંભીર રીતે દાજી ગઈ હતી. દરમિયાન તેણીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન  મૃત્યુ નીપજ્યું હતું. જયારે જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામના પાટીયે બસ સ્ટેન્ડ ની છાપરી નીચે આશરે 40 થી 45 વર્ષની ઉમર ધરાવતા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હોવાના અંદાજ સાથે તેને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે યુવાનની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.  અન્ય એક બનાવ જામનગરમાં નોંધાયો હતો જેમાં શંકર ટેકરી વલ્લભનગર વાલ્મીકીવાસમાં રહેતા અમરબેન ભવાનભાઇ મકવાણા ઉવ.70 નામની વૃદ્ધ મહિલાને શ્વાસની તેમજ મણકાની બિમારી હોય ગઈ કાલે તેણીને શ્વાસ ઉપડતા સારવારમા  જી.જી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જય સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

 

Related posts

ડેપ્યુટી મેયરનો ભાઈ દારૂ-બિયર સાથે ઝડપાયો

Nawanagar Time

જામનગરમાં કોરોનાનો કાળો કહેર યથાવત: ચાર દર્દીઓના મોત

Nawanagar Time

ધારાસભ્ય હકુભાને મંત્રીપદ મળે તેવા સંકેતો

Nawanagar Time

Leave a Comment