Nawanagar Time
ગુજરાત જામનગર

દોઢ લાખ આપો અને દબાણ કરો ! એસ્ટેટ વિભાગની સ્કીમ

give-one-million-and-push-estate-departments-scheme

દિગ્વીજય પ્લોટમાં કબ્રસ્તાન પાસે સુનિલ ભાનુશાળી આણી મંડળી દ્વારા દબાણ કરાવ્યાનો આરોપ

જામનગર:-જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ ખાતે કબ્રસ્તાન નજીક એસ્ટેટ વિભાગની મહેરબાનીથી દબાણ સર્જાયુ હોવાનું અને આ દબાણ દૂર કરવાને બદલે એસ્ટેટ વિભાગના લાંચીયા કર્મચારીએ રૂા. દોઢ લાખનો તોડ કરી  હોવાની લેખીત રજૂઆત મ્યુનિસીપલ કમિશ્નરને કરાતાં ચકચાર જાગી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રકરણમાં ધર્મેન્દ્ર ધીરૂભાઇ ચાંદ્રા દ્વારા એ.સી.બી.ને પણ ફરિયાદ થઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં કબ્રસ્તાન નજીક ગેરકાયદેસર રીતે ઉભા થઇ ગયેલા દબાણ હટાવવાને બદલે એસ્ટેટ વિભાગના સુનિલ ભાનુશાળી સહિતના  આ દબાણ કરતા પાસેથી રૂા. દોઢ લાખ લઇ સરકારી જમીન વહેંચી હોવાનો આરોપ લગાવાયો છે. અને આ મામલે દિગ્વીજય પ્લોટના જાગૃત નાગરીકો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દિગ્વીજય પ્લોટના દબાણ હટાવવા મામલે ફરિયાદ કરનાર ધર્મેન્દ્ર ધિરૂભાઇ ચાંદ્રા પાસેથી રૂા. 60  તોડ કરાયાના સણસણતા આક્ષેપ સાથે સોગંધનામુ કરી એ.સી.બી.માં ફરિયાદ પણ કરવામાં આવી છે. છતાં હજુ સુધી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા નથી. આ સંજોગોમાં સુનિલ ભાનુશાળી વિરૂઘ્ધ વધુ એક ફરિયાદ થતાં ચર્ચા જાગી છે.

Related posts

બુધવારે જામનગરનો Happy Birthday. મહાનુભવો કરશે વિશેષ પૂજન

Nawanagar Time

નશાબંધી શાખાના લાંચિયા હૅડકલાર્કે જામનગરમાં પણ કહેર વર્તાવ્યો હતો

Nawanagar Time

જામનગરના લાંચિયા બાબુઓ વિરૂદ્ધ પુરાવા મજબૂત કરવા વૉઈસ સ્પેકટ્રોગ્રાફી થશે

Nawanagar Time

Leave a Comment