Nawanagar Time
ગુજરાત જામનગર

શહેરના નોન બીપીએલ કાર્ડધારકોને પણ વીજબીલ માફી યોજનાનો લાભ આપો

give-the-citys-non-bpl-card-holders-the-advantage-of-a-vulnerable-forgiveness-plan

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

જામનગર:-શહેરી વિસ્તારોના નોન બીપીએલ કાર્ડ ધારકોને પણ વીજબીલ માફી યોજનાનો લાભ આપવામાં આવે  રજૂઆત જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ કરવામાં આવી છે.

મંડળના મંત્રી કિશોરભાઇ મજીઠિયા સહિતના હોદેદારોએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વીજબીલ માફી યોજનામાં ગ્રામ્ય અને શહેરની પ્રજા વચ્ચે ભેદભાવ રાખવામાં આવ્યો હોય તેવું ફલીત થાય છે. મંદી, અપૂરતો વરસાદ, બેરોજગારી અને મોંઘવારીના મારથી   પ્રજાને  પણ વીજબીલ માફી યોજનાનો લાભ મળવો જોઇએ.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા જયારે ગ્રામ્ય વિસ્તારના લોકોને આ લાભ આપવામાં આવેલ છે ત્યારે શહેરી વિસ્તારના લોકોને આ યોજનાનો લાભ ના આપી સરકારે  એકને ગોળ એકને ખોળ જેવું વલણ દાખવેલ  જોવા મળે છે જે દુ:ખદ બાબત છે. ગ્રામ્ય  નોન બીપીએલ કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળે તો શહેરી વિસ્તારના લોકોને શા માટે નહીં ? આયોજના ગુજરાતના શહેરી વિસ્તારના તમામ નોન બીપીએલ કાર્ડ ધારકોને પણ આ યોજના લાગુ પાડવામાં આવે અને પ્રજાના વિશાળ હિતને ઘ્યાને લઇ આ બાબતનો તાકિદે આદેશ કરવામાં આવે.

Related posts

નવતર પ્રયોગ: સંગીતમય શૈલીમાં કોરોનાની સમજ!

Nawanagar Time

તકિયા-શેતરંજી બનાવવાના નામે પરપ્રાંતિય ગેંગે અનેકને છેતર્યા

Nawanagar Time

ગુજરાતમાં મોટી માત્રામાં ચરસ સપ્લાય કરતો આરોપી ઝડપાયો..

Nawanagar Time

Leave a Comment