Nawanagar Time
ટેક્નોલૉજી નેશનલ પોલિટીક્સ

ગૂગલ બોમ્બિંગ : ‘બાર ગર્લ ઈન ઈન્ડિયા’ સર્ચ કરો અને આવશે કઈક આવું..

Google Bombing: 'Bar Girl in India' will be searched and will be something like this ..

ગૂગલ પર છેલ્લા બે દિવસથી બાર ગર્લ ઈન ઈન્ડિયા સર્ચ કરતાં સોનિયા ગાંધી સાથે જોડાયેલું સર્ચ રિઝલ્ટ આવે છે

– આ પહેલાં ઈડિયટ શબ્દ સર્ચ કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ભિખારી સર્ચ કરતા ઈમરાન ખાનનો ફોટો આવ્યો હતો

– એક્સપર્ટ એથલિટ હેકર કનિષ્ક સજનાનીએ ગૂગલ બોમ્બિગનું કારણ ગણાવ્યું.

છેલ્લાં કટાલક દિવસથી ગૂગલ સર્ચિંગ ખૂબ વિવાદમાં રહ્યું છે. થોડા દિવસ પહેલાં ગૂગલ સર્ચ પર ‘ઈડિયટ’ સર્ચ કરતાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવતી હતી. ત્યારપછી ‘ભિખારી’ સર્ચ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો ફોટો આવતો હતો. ગુરુવારે ગૂગલ પર જ્યારે ‘બાર ગર્લ ઈન ઈન્ડિયા’ સર્ચ કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું વીકિપીડિયા પેજ દેખાવા લાગ્યું હતું.

સોશિયલ મીડિયાના ઘણાં યુઝર્સે દાવો કર્યો છે કે, ગૂગલ પર ‘Bar Girl In India’ સર્ચ કરતાં સોનિયા ગાંધીનું નામ રિઝલ્ટમાં સૌથી પહેલાં દેખાય છે. આવું માત્ર ગૂગલ પર જ નહીં પરંતુ અન્ય પણ એક સર્ચ એન્જિન પર જોવા મળ્યું છે. થોડા દિવસ પહેલાં જ્યારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે તેની પાછળ ગૂગલ કિ-વર્ડ અને અલ્ગોરિધમ કારણ છે. આ વિશે ભાસ્કર.કોમે એથિકલ હેકર અને સિક્યુરિટી રિસર્ચર કનિષ્ક સજનાની સાથે વાત કરી હતી. જોકે કોંગ્રેસની સાઈબર ટીમના કાઉન્ટર પછી આવા સર્ચ રિઝલ્ટ આવવાના બંધ થયા છે.

નીચે સમજો ગૂગલ બોમ્બિંગ અને તેના પાછળનું કારણ

ગૂગલ પર આવું કેમ દેખાય છે?

1. ગૂગલ પર રોજ લાખો પેજનું ઈન્ડેક્સિંગ કરવામાં આવે છે. તમે જ્યારે ગૂગલ પરકોઈ કી-વર્ડ સર્ચ કરો છો ત્યારે ગૂગલ તેના પેજ રેન્ક અલ્ગોરિધમ દ્વારા તે કિ-વર્ડ સાથે જોડાયેલું રિઝલ્ટ દર્શાવે છે. કોઈ સંગઠન અથવા કોઈ આવું કાવતરું કરે ત્યારે કોઈ એખ કી-વર્ડને સર્ચ કરવાના કોઈ ખાસ ફોટો અથવા વેબસાઈટ પર તે સૌથી ઉપર દેખાય છે અને તેને ગૂગલ બોમ્બિગ અથવા ગૂગલ વોશિંગ કહેવામાં આવે છે.

ગૂગલ બોમ્બિંગ કેવી રીતે થાય છે?

2. જો ઘણી ન્યૂઝ વેબસાઈટને કોઈ ખાસ કી-વર્ડ સાથે પર્સનલ વેબસાઈટ કે યુઆરએલને હાઈપર લિંક કરે તો તે વેબસાઈઠ સૌથી ઉપર બતાવે છે.

આ જ રીતે જો અમુક લોકોએ સોનિયા ગાંધીના વિકિપિડિયા પેજને ‘Bar girl in India’ લખીને તેમની વેબસાઈટ પર લિંક કરી હશે. ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં તેમના ફોટા સાથે ‘idiot’ લખીને રેડિટ પર શેર કરવામાં આવી હતી. વધારે લાઈક્સ આવવાના કારણે ગૂગલ અલ્ગોરિધમે તે જ સર્ચમાં બતાવવાનું શરૂ કર્યું હતું.

Related posts

જેએમસીમાં એક જ જગ્યાએ ચિપકી બેઠેલાં ઈજનેર અમિત કણસાગરા વિવાદમાં

Nawanagar Time

વિંગ કમાન્ડર બનીને છવાયો અજય

Nawanagar Time

પવિત્ર અમરનાથ યાત્રા શરુ, સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પ્રથમ ગ્રૂપ રવાના

Nawanagar Time

Leave a Comment