Nawanagar Time
ટેક્નોલૉજી

ગૂગલે પોતાના પ્લે સ્ટોરમાંથી લાખો ફેક એપ્લિકેશન હટાવ્યા,શા માટે??? જાણો…

google-removes-millions-of-fake-apps-from-its-play-store-why-learn
  • Googleએ પોતાના પ્લે સ્ટોર પરથી લાખો ફેક એપ્સ અને રિવ્યૂઝને હટાવી દીધી છે. જેના માટે ગૂગલે એક એન્ટી સ્પેમ સિસ્ટમ પણ લોન્ચ કરી હતી. આ સિસ્ટમની મદદથી ગૂગલે ફેક એપ્સની સફાઈની સાથે જ ખોટી રીતે નાખવામાં આવેલા ફેક રિવ્યૂઝ અને રેટિંગને પણ ડિલીટ કર દીધી છે. ગૂગલનું કહેવુ છે કે આ ક્લીનિંગ બાદથી પ્લે સ્ટોર પર લાખો ફેક એપ્સને હટાવવામાં આવી છે.
  • ગૂગલે કહ્યું કે ખોટી રીતે વધારવામાં આવેલી એપ્સની રેટિંગ અને રિવ્યૂજથી એપને પ્રમોટ કરાઇ રહી હતી, જે યોગ્ય નથી. આવુ કરવાથી ખોટી એપ્સ સારી રેટિંગ તો મેળવી શકે પરંતુ આ યૂઝર્સની સાથે કરાયેલ છેતરપિંડીથી ઓછુ નથી. ચાલુ વર્ષે ગૂગલ પ્લે ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ટીમે એક સિસ્ટમ બનાવી હતી, જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને મશીનની મદદથી આવી રેટિંગ અને રિવ્યૂઝને સારી રીતે કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે જ ઈજનેર અને વિશ્લેષકોની એક ટીમ આ રેટિંગ્સ અને રિવ્યૂઝને ખૂબ જ નજીકથી મોનિટર કરે છે, જેનાથી પ્લે સ્ટોર પર થઇ રહેલી આ પ્રકારની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી શકાય.
  • ગૂગલે એપ્સના ડેવલપર્સને અપીલ કરી છે કે તેઓ પૈસા આપીને પોતાની એપ્સ પર ફેક રિવ્યૂઝ અને રેટિંગ્સ ન વધારે. ગૂગલે સ્પષ્ટ કર્યુ છે કે તેઓ પોતાના પ્લે સ્ટોર પરથી ફેક એપ્સને હટાવવાનું કામ ચાલુ રાખશે. આ સાથે જ ગૂગલે પોતાના યૂઝર્સ અને રિયલ એપ ડેવલપર્સ પાસેથી આવી કોઇ ગતિવિધિ પર નજર રાખવાની અપીલ કરીને આ અંગે રિપોર્ટ કરવાનુ કહ્યું છે.

Related posts

શાઓમી Redmi 7 સ્માર્ટફોનનો ભારતમાં આજે બપોરે સેલ યોજાશે, કિંમત ₹7999થી શરૂ

Nawanagar Time

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી વોટ્સએપે આપ્યું આ નિવેદન, હવે તમારી 1 ભૂલ BAN કરાવી શકે છે તમારું એકાઉન્ટ, આવું થવા પર કંપની ભરશે પગલાં

Nawanagar Time

ટીકટોક એપમાં હવે ‘નો-બચ્ચાલોગ’

Nawanagar Time

Leave a Comment