Nawanagar Time
ટેક્નોલૉજી

Googleની સ્માર્ટ જેકેટ ફોન ભૂલવા પર આપશે એલર્ટ, આ રહી કિમત…

google-jacket

એવું ઘણી વખત બને છે કે સ્માર્ટફોનનું ધ્યાન નથી રહેતુ, જ્યારે તેની જરૂર પડે છે ત્યારે યાદ આવે છે કે સ્માર્ટફોનનો તો ભૂલી ગયા અથવા તો પછી એવું પણ થાય છે કે  સ્માર્ટફોન લઇને જઇએ છીએ અને પછી ક્યાંક ભૂલી જઇએ. જોકે તમારી પરેશાનીને ધ્યાનમાં રાખીને એક નવી સ્માર્ટફોન તૈયાર કરવામાં આવી છે, જે સ્માર્ટફોન ભૂલવા પર એલર્ટ કરશે.

ગૂગલ અને Levisએ મળી એક સ્માર્ટફોન જેકેટ બનાવ્યુ છે જેમાં  ‘Always Together’ મોડને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ જેકેટ ફોનને ક્યાંય ભૂલવા નહીં દે. ઓલવેઝ ટુગેધર એક ઈલેક્ટ્રૉનિક અલર્ટ છે, જેમાં તમારી ઇચ્છા અનુસાર, જેકેટ અને ફોન વચ્ચેનું અંતર સેટ કરી શકો છો, જ્યારે તમારા જેકેટ અને ફોનની વચ્ચે વધારે અંતર થશે ત્યારે રિમાઇન્ડર મળશે.

આ એલર્ટ બંને રીતે કામ કરે છે, જેમાં તમારા ફોનમાં નોટિફિકેશન આવે છે અને બીજુ કે ટેગ પણ બ્લિંક કરીને વાઇબ્રેટ કરવા લાગે છે. જ્યારે સેટ કરેલા અંતર ફોન અને જેકેટ વધૂ દૂર હશે ત્યારે મોબાઇલ અને જેકેટ બંને પર નોટિફિકેશન મળશે.

આ ફિચરનો ઉપયોગ કરવા માટે તમારા સ્માર્ટફોનમાં  Jacquard app ડાઉનલોડ કરવાની હશે અને સ્માર્ટફોનની સાથે સિંક કરવાનું રહેશે.

તમે વિચારતા હશો કે આ જબરદસ્ત જેકેટની કિંમત શું હશે? તો જણાવી દઇએ આ જેકેટ 350 ડોલર એટલે કે 25000 રૂપિયાનું છે.

આ જેકેટ રિમાઇન્ડર આપવા સિવાય બીજા અન્ય રીતે પણ ઉપયોગી છે. આ જેકેટની મદદથી મ્યૂઝિક વગેરે સાંભળી શકો છો, સાથે જ ઇનકમિંગ કોલ અને ટેક્સ્ટ મેસેજ વિશે પણ નોટિફિકેશન આપે છે.

Related posts

જો તમારા સ્માર્ટફોનમાં છે આ એપ્સ? તરત કરી દો ડિલીટ

Nawanagar Time

શું તમારા ફોનમાં HDFC ની મોબાઇલ એપ છે ?? તો જાણો આ ખાસ વાત….

Nawanagar Time

પૈસા કરતાં પણ કિંમતી ડેટા સુરક્ષિત રાખવા સ્માર્ટ પાસવર્ડ બનાવો

Nawanagar Time

Leave a Comment