Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સરકારી કર્મચારી અને વેપારીના મોટરસાયકલની ઉઠાંતરી

government-employees-and-commercial-merchants-in-jamnagar

જામનગર અને રિલાયન્સ ટાઉનશીપ સામેના બનાવ

જામનગર:-જામનગરમાં સરકારી વસાહતમાં રહેતા અને જીલ્લા વહીવટી તંત્રમાં  બજાવતા એક કર્મચારીએ  પોતાના ક્વાટર પાસે પાર્ક કરેલ બુલેટ મોટરસાયકલને કોઈ સખ્સો હંકારી ગયાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે રીલાયન્સ કંપનીના વસાહત સામેના ગેટ પાસેથી પણ સિક્કાના વેપારીની બાઈક ઉઠાંતરી થવા પામી છે. પોલીસે આ બંને ફરિયાદના આધારે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે. જામનગરમાં પ્રદર્શન  નજીક આવેલ સરકારી વસાહતમાં રહેતા અને વહીવટી તંત્રમાં ફરજ બજાવતા રામદેવસિંહ શક્તિસિંહ ગોહીલએ ગત તા. 18મીના રોજ બપોરે દોઢ વાગ્યાથી બીજા દિવસના સવાર સુધીના ગાળા દરમિયાન પોતાની જીજે 03 જેકયુ 7605 નંબરની બુલેટ મોટરસાયકલને કોઈ ચોર ચોરી કરી લઇ ગયા હતા. આ ઘટના અંગે સરકારી કર્મચારીએ સીટી પોલીસમાં ફરિયાદ  હતી. રૂપિયા 80 હજારની કિમતના મોટર સાયકલની ચોરી થઇ જતા  પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે. જયારે મોટી ખાવડી નજીક રિલાયન્સ કંપનીની ટાઉનસીપના ગેઇટની સામેથી સીકામાં પચ્વતી સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા પ્રિતેશ કિર્તીકુમાર હિડોચાએ છ દિવસ પૂર્વે તેમનું જીજે 10 એઆર 8659 નંબરનું પાર્ક કરેલ મોટરસાયકલ કોઈ  ચોરી કરી ગયા હતા, પોલીસે રૂપિયા 20 હજારના મોટરસાયકલની ચોરી સંબંધિત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ખેડૂતોની કૂવા બોર રીચાર્જ પદ્ધતિથી દિલ્હીની સંસ્થા ખુશ

Nawanagar Time

સ્વચ્છતાના બેનર હોર્ડીંગ મારવાને બદલે સફાઇ વ્યવસ્થા સુદ્રઢ કરો: આનંદ રાઠોડ

Nawanagar Time

બેડ નજીક તળાવમાં કેમિકલનો શંકાસ્પદ જથ્થો ઠાલવાયો

Nawanagar Time

Leave a Comment