Nawanagar Time
ગુજરાત જામનગર

રાજ્યમાં અછતની સ્થિતિ આંકવામાં સરકાર નિષ્ફળ: કેન્દ્ર પાસે વધુ સહાય માંગી..!

government-fails-to-assess-the-states-scarcity-center-seeks-more-help

જામનગર:-રાજ્યમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે વર્ષો જૂના રાહત મેન્યુઅલમાં છેલ્લા કેટલાય વર્ષોથી સુધારો કરવામાં આવ્યો નથી, એટલું જ નહીં વર્ષોથી રાહત બે દિવસમાં સુધારો કરવાની કામગીરી પૂર્ણ પણ કરવામાં આવી નથી તો બીજી તરફ સરકાર પાસે અછતને પહોંચી વળવા સક્ષમ સ્ટાફ પણ ઉપલબ્ધ નથી. પરિણામે સરકાર અછતનો તાગ મેળવવામાં ગોથે ચઢી જાય છે અને બે-બે વખત કેન્દ્ર સરકાર પાસે સહાય માગવાની નોબત આવે છે.

અત્રે નોંધનિય છે કે ગત ચોમાસામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઓછો વરસાદ પડવાના કારણે સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ હતી. પરિણામે ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત કેન્દ્ર સરકાર પાસે 1750 કરોડ રૂપિયાની માંગ કરતું આવેદન પત્ર કેન્દ્ર સરકારને મોકલી આપ્યું હતું. પરંતુ અછતની ખરી સ્થિતિને આંકવામાં નિષફળ નીવડેલી વર્તમાન સરકારે ફરીથી આજે બીજી 1500 કરોડની સહાય માગતું આવેદનપત્ર કેન્દ્ર સમક્ષ મોકલવું પડ્યું છે. રાજ્ય સરકાર પાસે અછતની સ્થિતિ માટે અનુભવી સ્ટાફની અછત નો અહેસાસ ફરીથી કેન્દ્ર સમક્ષ સહાય માંગતું આવેદન પત્ર રજૂ કરવાથી સ્પષ્ટ થાય છે. તો બીજી તરફ તાજેતરમાં કેન્દ્ર સરકારની ઉચ્ચ અધિકારીઓની ટીમ ગુજરાતમાં અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા બાદ પણ વર્તમાન સરકારની વધારાની સહાય માંગવાની ફરજ પડી છે અને એટલે જ ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને આંકવામાં રાજ્ય સરકાર અને તેનું વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

રાજયના મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં એક વર્ષ સુધી 30 ટકા કાપ

Nawanagar Time

જામનગર જિલ્લામાં કોરોના પૉઝિટીવનો આંકડો 9 હજારને પાર

Nawanagar Time

મૅડિકલ કોલેજમાં એમસીઆઈનું ચેકિંગ

Nawanagar Time

Leave a Comment