Nawanagar Time
બિઝનેસ

સરકારી ટેલિકોમ કંપની બંધ થવાની અણીપર, કર્મચારીને પગાર પણ ચુકવી શક્તી નથી

government-telecom-companies-can-not-even-pay-salaries-employee-salaries

બીએસએનએલના આજે દેશમાં 11.5 કરોડ મોબાઇલ યુઝર્સ છે

વર્ષ 2017માં બીએસએનએલે 4જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ ન લીધો.

ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે બીએસએનએલ લગભગ બંધ થવાની અણી પર છે. ફેબ્રુઆરીમાં તે પોતાના કર્મચારીઓને પગાર પણ આપી શકી નથી. તેણે આ ચુકવણી માર્ચમાં કરી. અત્યારે જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવી ખાનગી કંપનીઓ નફો રળી રહી છે ત્યારે બીએસએનએલની આવી સ્થિતિ છે. એક સમયે સૌથી પ્રતિષ્ઠિત ટેલિકોમ કંપની ગણાતી બીએસએનએલના આજે દેશમાં 11.5 કરોડ મોબાઇલ યુઝર્સ છે. તેનો દેશમાં માર્કેટહિસ્સો 9.7 ટકા છે.

કંપનીએ 4જી સ્પેક્ટ્રમ ન લીધું

વર્ષ 2017માં બીએસએનએલે 4જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ ન લીધો. ત્યારે સરકારે કહ્યું હતું કે તેને પણ અન્ય ખાનગી કંપનીના ભાવે સ્પેક્ટ્રમ અપાશે. બીએસએનએલને તે સમયે ભાવ વધારે લાગ્યા. આજે પણ કંપની 4જી સ્પીડ આપી શકતી નથી.

ડેટા સ્પીડ, વોઇસ ક્વોલિટી બેકાર

ડેટા સ્પીડ, વોઇસ ક્વોલિટી અને નેટવર્કમાં કંપની ગુણવત્તા આપી શકતી નથી. પોતાનું નેટવર્ક સુધારવા તેણે ટેલિકોમ્યુનિકેશન વિભાગ પાસેથી મંજૂરી મેળવી છે કે બેન્ક પાસેથી 3500 કરોડની લોન લઇ શકે. આ લોન તેને મળી નથી.

જમીન પણ વેચી શકતી નથી

કંપનીની દેશભરમાં ઘણી જમીન છે. તે એને વેચીને રકમ મેળવવા માગે છે. જેના માટે તેણે નાણા મંત્રાલયના વિનિવેશ વિભાગને પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે વિભાગે હજુ વિચાર કર્યો નથી. નિયમો મુજબ બીએસએનએલ પોતાની જમીન ખાનગી ક્ષેત્રને ભાડે પણ આપી શકતી નથી.

દેશમાં ટેલિકોમ કંપનીઓની સ્થિતિ

government-telecom-companies-can-not-even-pay-salaries-employee-salaries
government-telecom-companies-can-not-even-pay-salaries-employee-salaries

 

આવકનો 55% હિસ્સો પગારમાં જાય છે

5.કંપની આવકનો 55-60 હિસ્સો પગારમાં ખર્ચ કરે છે. ફેબ્રુઆરીમાં તે 850 કરોડની સેલેરી આપી શકી નહીં. માર્ચમાં આપી. કંપનીએ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન્સને 6535 કરોડનો VRS પ્રસ્તાવ આપ્યો છે, કર્મચારીની સંખ્યા 1.76 લાખથી ઓછી કરી શકાય.

Related posts

પહેલી વખત કોચ્ચીથી માલદીવ માટે રવાના થશે વિશાળ જહાંજ

Nawanagar Time

ઝોમેટોએ 22 દિવસમાં 5,000 રેસ્ટોરન્ટને ડિ-લિસ્ટ કરી, હાઈજીનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે

Nawanagar Time

જામનગરથી મુંબઈની ફ્લાઈટની ફ્રિકવન્સી ઘટી, એર ટ્રાફિક વધ્યો પણ સર્વિસ ઓછી થઈ ગઈ

Nawanagar Time

Leave a Comment