Nawanagar Time
ગુજરાત જામનગર

વિધવા સહાયના કિસ્સામાં ર1 વર્ષનો પુત્ર હોય તો પણ સરકાર સહાય આપશે

government-will-provide-assistance-even-if-the-widow-has-a-21year-son-in-case-of-assistance

જામનગર:-સરકાર દ્વારા વિધવા સહાય પેન્શન યોજનામાં સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે. વિધવા  અંતર્ગત સરકાર દ્વારા આ અગાઉ જો પુત્ર ર1 વર્ષનો હોય કે પુત્રની ઉમંરની ર1 વર્ષની થઇ જાય તો વિધવાને પેન્શન આપવામાં આવતું નહોંતુ જેમાં તાજેતરમાં સરકાર દ્વારા વિધવા પેન્શન યોજનામાં મહત્વનો સુધારો હાથ ધરાયો છે અને પુન: લગ્ન ન કરેલ વિધવાને જો તેના પુત્રની ઉંમર ર1 વર્ષની થઇ જાય  ર1 વર્ષથી વધુની હોય તો પણ સરકાર દ્વારા રૂા.1250 ચુકવવામાં આવશે. સરકારની વિધવા સહાય યોજના અંતર્ગત હાલમાં જે વિધવા મહિલાએ પુન: લગ્ન કરેલ ના હોય એવા કિસ્સામાં ર1 વર્ષથી નાની ઉંમરનો પુત્ર હોય એવા કિસ્સામાં વિધવા સહાય પેટે માસિક 1000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી પણ આ વિધવા મહિલાનો  21 વર્ષથી મોટી ઉંમરનો થાય એટલે સહાય બંધ કરી દેવામાં આવી હતી તથા ર1 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય એવી મહિલાઓ આ વિધવા સહાયનો લાભ લેવા માટે અરજી કરે ત્યારે એવા કિસ્સામાં આવી અરજીઓ નામંજૂર કરવામાં આવતી હતી. પરંતુ તા.8-3-2019થી સરકારે આ યોજનામાં સુધારો કરી સરકારની નિર્ધારીત કરેલ આવક  એટલે કે ગ્રામ વિસ્તારમાં 1,20,000 તથા શહેરી વિસ્તારમાં 1,50, 000થી ઓછી આવક ધરાવતી વિધવા મહિલા 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય તો પણ વિધવા સહાય મેળવવા અરજી કરી શકશે. આમ 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ધરાવતી વિધવા મહિલાઓ પણ હવેથી આ યોજનાનો લાભ મેળવવી શકશે. અગાઉ 21 વર્ષથી વધુ  પુત્ર હોવાના કારણે નામંજૂર થયેલ અરજી ફરી કરવાથી યોજનાનો લાભ મળવા પાત્ર થશે. વિધવા સહાયમાં જે સહાય માસિક રૂા. 1000 મળતી હતી એ વધારી હવે રૂા.1250 કરવામાં આવેલ છે.

Related posts

મચ્છરજન્ય રોગચાળાના ખતરા સામે ડબાસંગ આરોગ્ય કેન્દ્ર દ્વારા સર્વે સહિતની કામગીરીનો ધમધમાટ

Nawanagar Time

જીજી હોસ્પિટલમાં એકસ-રે ધોવાના મશીનને ધૂળ ખાતું રાખવા પાછળ કોનું હિત?

Nawanagar Time

દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ રક્તદાન કેમ્પ યોજી વિરોધ પ્રદર્શિત કર્યો

Nawanagar Time

Leave a Comment