Nawanagar Time
નેશનલ

ભાગલાવાદી નેતાઓ પાસેથી 100 ગાડી સરકારે પરત લીધી

government-withdrew-100-vehicles-from-separatist-leaders

આઈએએસથી નેતા બનેલા ફૈઝલ સહિત પીડીપીના ઘણાં નેતાઓની પણ પાછી ખેંચાઈ

જમ્મુ:-પુલવામા હુમલા બાદ સફાળી જાગેલી મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને અપાતી સુરક્ષા બંધ કરવાની સાથે-સાથે આ નેતાઓને પ્રજાના ખર્ચે અપાયેલી 100 ગાડીઓ પણ પાછી ખેંચી લેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર પ્રશાસને 18 ભાગલાવાદી અને 155 નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા બુધવારે હટાવી દેવામાં આવી છે. આ નિર્ણય પછી  વધારે જવાન અને 100 પોલીસ ગાડીઓ રુટીન ડ્યૂટી માટે ફ્રી થઈ ગઈ છે. સિવિલ સર્વિસના 2010ના ટોપર અને તાજેતરમાં જ આઈએએસની નોકરી છોડીને શાહ ફૈઝલનું નામ પણ સુરક્ષા પરત ખેંચવામાં આવેલા લિસ્ટમાં છે. રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં થયેલી સુરક્ષા સમીક્ષાની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, ભાગલાવાદી નેતાઓને  આવેલી સુરક્ષા સંશાધનોની બરબાદી છે. જેમની સુરક્ષા ઘટાડવામાં આવી છે તેમાં એસએએસ ગિલાની, આગા સૈયદ મૌસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની વગેરે સામેલ છે. આ પહેલાં રવિવારે પણ છ ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પરત ખેંચવામાં આવી છે.

Related posts

સોનાની ત્રિ-માસિક માંગમાં પાંચ ટકાનો ઉછાળો

Nawanagar Time

ક્રૂડના ભાવ વધવાથી વિકાસ દર પર માઠી અસર, આર્થિક રીતે પણ ખોટ વેઠવી પડશે

Nawanagar Time

ભારતીય વાયુસેના માટે અત્યંત મહત્વનુ એવું Gsat-7A સેટેલાઈટ ભારત કરશે આજે લોન્ચ…

Nawanagar Time

Leave a Comment