Nawanagar Time
ગુજરાત જામનગર

નવાનગર ટાઈમ ની અસર, નવાનગર ટાઈમ નાં એહવાલ બાદ હાલારમાં દૂષિત પાણીનો ઉપયોગ બંધ કરવા સરકારનો આદેશ

governments-order-to-stop-the-use-of-contaminated-water-in-hallar

‘નવાનગર ટાઇમ’નો પીવાના પાણીના અનેક તળ ખરાબ છે તે અંગેનો અધીકૃત અને ચિંતા ઉપજાવનારો અહેવાલ સડસડાટ ઉપર પહોંચ્યો

હજુ અમુક જળાશયો અંગે ‘પડદા’ ઉંચકાશે: નેશનલ વોટર મોનીટરીંગ પ્રોજેકટના નેજા હેઠળ સર્વેક્ષણ

જામનગર:-જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં તળના પાણી પીવાલાયક નથી તેવો સરકારનો જ રિપોર્ટ છે જે બાબતે ગંભીરતા ન લેવાતા ‘નવાનગર ટાઇમ’એ જહેમત ઉઠાવી જનહિતમાં સુંપર્ણ અહેવાલ, ગામોના નામ તાલુકાવાર પ્રસિદ્ધ કર્યા અને જરૂરી ફોલોઅપ પણ લીધુ હતું કેમકે તળના પાણીના જો ક્ષાર, ફલોરાઇડ, અન્ય રસાયણો, ગંધ વગેરે ભળેલા હોય તો જન આરોગ્ય માટે ખતરો છે તળ ઉપરાંત અમુક ડેમ, ચેક ડેમ કેનાલ, તળાવમાંથી અમુકમાં પાણી ચોક્કસ કારણોથી દુષિત થતુ હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સમગ્ર બાબતનો બે સપ્તાહ પૂર્વેનો અહેવાલ સડસડાટ સરકારમાં પહોંચી ગયો અને આ બાબતે (જે માટે સરકાર ચિંતિત હતી પરંતુ ઠોસ કામગીરી થઇ ન હતી તે માટે) અસરકારક પગલા લેવા તંત્ર જાગ્યુ છે અને રાજ્ય સરકારે જામનગર રીજીયનની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીને જરૂરી આદેશ કર્યા છે. હજુ જોકે અમુક તળાવ અને જળાશયો અંગે ‘પડદા’ ઉચકાવાની પણ તૈયારી છે.

જામનગર જિલ્લાના 50 અને દ્વારકા જિલ્લાના 39 મળી 89 ગામોના તળના પાણી પીવાલાયક નથી એ સિવાય પાણી ભાંભરા હોય, યોગ્ય ન હોય, સ્વાદ ખરાબ હોય તેવા તો અનેક ડંકી-બોર-કુવામાં પાણી છે જ જે અંગેપણ તકેદારીની જરૂર ઉભી થઇ છે.

કેમકે આ ખરાબ પાણી પીવાથી ચામડીના, પેટના, સાંધાના વગેેરે રોગ લોકોને થઇ શકે છે માટે એક તો તાત્કાલીક આવા પાણીના વપરાશ બંધ કરાવવા, પાણીના તળ સારા થઇ શકે તો કેમ થઇ શકે અને વિકલ્પરૂપે સારૂ પાણી તાત્કાલીક પુરૂ પાડવુ આ તમામ પગલા લેવા તાત્કાલીક પુરૂ પાડવુ આ તમામ પગલા લેવા જરૂરી છે કેમ કે દરિયાઇ ખરાશ આગળ વધવી, બોકસાઇટ વગેરે જેવા ખનીજના ઘણી વખત બેફામ ખનન, ગંદાપાણીના નિકાલ (બેરોકટોક), કારખાનાઓના રસાયણ વાળા ગંદા અને ગરમ પાણીના નિકાલ, રિચાર્જ ન થવા વગેરે કારણોથી તળ બગડતા જ જાય છે. માટે રાજ્ય સરકારે આ અહેવાલની ગંભીરતા લઇ તાકીદે પગલા લેવા તાકીદ કરી છે.

 

Related posts

ગુલાબનગર રેલવે ઓવર બ્રિજ પાસે કચરાના ઢગલાં : વેપારીઓ કાળઝાળ

Nawanagar Time

હાપા યાર્ડમાં રૂા.6025ના વિક્રમી ભાવે અજમાનો સોદો

Nawanagar Time

જામનગરમાં ટાઢોડું યથાવત: 13 ડિગ્રી

Nawanagar Time

Leave a Comment