Nawanagar Time
ટેક્નોલૉજી

સરકારની તમામ ઓનલાઈન સેવાઓ આજથી મધરાતથી બંધ, Online Black Out

gswan

આજથી મધરાતથી 3 દિવસ માટે સરકારની તમામ ઓનલાઈન સેવાઓ બંધ, રહેવાની હોવાથી 300થી વધુ વેબસાઈટને અસર પહોંચશે. સરકારી કામ કરવા માટે ઓનલાઈન વેબસાઈટ કે, એપ્લિકેશનનો ઉપયોગ કરતાં લોકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. હવે તેઓ ત્રણ દિવસ સુધી સરકારી એક પણ એપ્લિકેશન કે વેબસાઈટના માધ્યમથી કોઈ પણ કામ કરી શકશે નહીં. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવલી ઓનલાઈન સેવાના કારણે ઘણાં લોકો કચેરીઓના ધક્કા ખાધાં વગર જ પોતાના કામ સરળતાથી કરી શકે છે. આ ઓનલાઈન સેવાઓમાં જન્મ-મરણના દાખલા, મહેસુલી નોંધ, ભરતી પરીક્ષાના ફોર્મ, રેશનકાર્ડ, વાહન લાઈસન્સ, ઈ-ટ્રેઝરી, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન જેવી ઘણી ઓનલાઈન સેવાઓનો સમાવેશ થાય છે, પરંતુ ગુજરાતના નાગરીકો આજથી તા. 12 ઓગસ્ટ સુધીના ત્રણ દિવસ સુધી એક પણ સરકારી ઓનલાઈન સેવાનો લાભ લઇ શકશે નહીં.

આ સેવાઓ બંધ થવાનું મુખ્ય કારણ એ છે કે, આ તમામ સેવાઓની 40 જેટલી એપ્લિકેશન અને 300 જેટલી વેબસાઈટના માધ્યમથી ઓપરેટ કરવામાં આવે છે. આ તમામ સેવાઓ જીસ્વાન નેટવર્ક બેઝ્ડ ડેટા સેન્ટર સાથે કનેક્ટ છે. ગાંધીનગર ડેટા સેન્ટરમાં ટોરેન્ટ પાવર દ્વારા ત્રણ દિવસ સુધી ઈલેક્ટ્રિક પેનલમાં મેન્ટેનન્સનું કામ શરૂ કરવામાં આવશે. જેથી શુક્રવારના રોજ રાત્રિના 9 વાગ્યાથી 12 ઓગસ્ટે રાતના 12 વાગ્યા સુધી જીસ્વાન નેટવર્કની સાથે સંકળાયેલી તમામ સેવા સટડાઉન કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શનિવાર અને રવિવારે જાહેર રજા હોવાના કારણે ઓનલાઈન સરકારી કામો થતા નથી, જેથી એક જ દિવસ લોકોને ઓનલાઈન સેવાનો લાભ મળશે નહીં તેવું મહેસુલ વિભાગના અધિકારીઓનું કહેવું છે.

 

Related posts

બેન્કિંગ સાથે ભળતા નામ ધરાવતી ડેટા ચોરતી એપ્સથી સાવધાન રહો

Nawanagar Time

ચીનાઓની ચોટલી કાપી નાખે એવી જબરદસ્ત એપ ‘રિમૂવ ચાઈનીઝ એપ’

Nawanagar Time

આઈટીઆઈમાં એડમીશન માટે પ ઓગસ્ટે ઓનલાઈન માર્ગદર્શન વેબીનાર

Nawanagar Time