Nawanagar Time
ગુજરાત

ગ્રામ પંચાયતોમાં હવે કોમ્પ્યુટરાઇઝડ જન્મ-મરણના દાખલા અપાશે

gram-panchayats-will-now-provide-examples-of-computerized-birth-and-death

અનેક ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર ન હોવાથી સમસ્યા સર્જાય તેવી ભીતી: તાલુકા વિકાસ અધિકારીને કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરવા સત્તા સોંપાઇ

મહાનગર પાલિકા અનેક નગરપાલિકા દ્વારા જન્મ અને મરણના દાખલા કોમ્પ્યુટરાઇઝડ આપવાની પ્રણાલી છે. પરંતુ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર હોવા છતાં હાથથી લખેલા દાખલ જ આપવામાં આવે છે.

ગામડાઓમાં કોમ્પ્યુટર ઓપરેટ ન હોવાનું બહારનું આગળ ધરી કોમ્પ્યુટરરાઇઝ દાખલા આપવાની વાતનો છેદ ઉડાડી દેવાઇ છે. જોકે આજથી ગ્રામ પંચાયતને ફરજીયાત કોમ્પ્યુટરાઇઝડ દાખલા આપવાનો હુકમ થયો છે. પરિણામે અનેક જગ્યાએ મુશ્કેલી સર્જાશે તેવું માનવા આવી રહ્યું છે.

રાજ્યમાં હાલ કુલ 14273 ગ્રામ પંચાયતો છે તેમાં દ્વારકા જિલ્લામાં, ભાણવડમાં 53, કલ્યાણપુરમાં 62, ખંભાળિયામાં 86 અને દ્વારકા 39 ગ્રામ પંચાયતો છે. તમામ ગ્રામ પંચાયતોમાં સરકાર દ્વારા ઇ-ગ્રામ યોજના અંતર્ગત કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે.

જોકે દ્વારકા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ચાલતા નથી અથવા તો કોમ્પ્યુટર ઓપરેટર જ નથી પરિણામે જન્મ-મરણના દાખલા હાથેથી લખી આપવામાં આવે છે. પરંતુ હવે આ પ્રથા ભુતકાળ બની જશે.

તંત્રના આદેશ અનુસાર આજથી ગ્રામ પંચાયતોને જન્મ અને મરણના દાખલા કોમ્પ્યુટરાઇઝડ જ આપવાનું ફરમાન થતાં તમામ ગ્રામ પંચાયતોનો સ્ટાફ આપતીમાં મુકાશે. કોમ્પ્યુટર ઓપરેટર ન હોવાથી કોમ્પ્યુટરાઇઝડ દાખલા કેવી રીતે નિકળશે? તે પ્રશ્ર્ન છે.

બીજી તરફ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતીનો પ્રશ્ર્ન પેચીદો હોવાથી તાલુકા નિકાસ અધિકારીને હવે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરવાની સત્તા સોપવામાં આવી છે. જેથી હવે યુઘ્ધના ધોરણે ભરતી કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

નોંધનીય છે કે એકલા દ્વારકા જિલ્લામાં કુલ 256 ગામડાઓ આવેલા છે. જ્યારે 240 ગ્રામ પંચાયતો છે આ તમામ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર હોવાનો દાવો તંત્ર દ્વારા થઇ રહ્યો છે. જોકે 18 ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર જ નથી. પરિણામે જન્મ-મરણના દાખલા કોમ્પ્યુટરાઇઝડ  કરવાની સિસ્ટમ મુશ્કેલી સર્જશે તે હકિકત છે.

Related posts

દરિયાઈ સુરક્ષા માટે સરકાર ચિંતિત, કમાન્ડો ફોર્સ સજ્જ

Nawanagar Time

ખંભાળિયાના ઘી ડેમમાંથી મોટાપાયે માટી ચોરી ઝડપાઇ

Nawanagar Time

નવાગામમાં એક વ્યક્તિ દેશી પીવા ગયો અને માર ખાધો…

Nawanagar Time

Leave a Comment