Nawanagar Time
ગુજરાત જામનગર

હવે દરિયા નું પણી બનશે મીઠુ..જોડિયામાં મીઠાં પાણી માટે ત્યાર થય રહ્યો છે પ્લાન્ટ..

ground-for-water-in-twins

દરિયાનું પાણી મીઠું કરવાની રૂા. 400 કરોડની યોજના માટે 3.23 લાખ ચો.મી. જમીન ફાળવણી કરતાં જિલ્લા કલેકટર

જામનગર:-જામનગર જિલ્લાના જોડીયામાં ડીસેલીનેશન એટલે કે, દરિયાના ખારા પાણીને મીઠુ પાણી બનાવવા માટેના પ્લાન્ટ માટે સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયાતંત્રને પૂર્ણ કરી છે, દરીયાનું પાણી મીઠુ કરવાની આ રૂા.400 કરોડના પ્રારંભીક ખર્ચની મેગા યોજના માટે જિલ્લા કલેકટર રવિ શંકરે 3.23 લાખ ચો. મી. ફાળવવા માટે હુકમ કર્યો છે. અને ટુંક સમયમાં ખાત મુહૂર્ત થશે.

“નવાનગર ટાઇમ” મળેલી વિગતો મુજબ જોડીયાના સર્વે નંબર 83(જુના સર્વે નંબર 290) પૈકી 3લાખ 23 હજાર 760 ચોરસ મીટર જગ્યા રાજય સરકારના આ પ્રોજેકટ માટે જિલ્લા મહેસુલ તંત્રની જમીન શાખાએ ફાળવી દીધી છે અને આ 80 એકર જેટલી જગ્યાના જુદી જુદી મશીનરી ઇન્સ્ટોલમેન્ટ, બાંધકામ વગેરે માટેનો તથા ઓપરેશન મેન્ટેનન્સ માટેની પ્રાથમિક જોગવાઇ રૂા.400 કરોડની રાજય સરકારે કરી છે તે વધીને રૂા.800 કરોડ સુધી પહોંચવાની શકયતા છે.

હાલ જયારે ચોમાસાની અનિશ્ર્વિતતાઓ વચ્ચે પીવાના તેમજ ઉપયોગમાં લેવાના પાણીની ખેંચ રહે છે અને દર વખતે ચોમાસું વાસો વાળે ત્યાં સમસ્યાઓ ફાડી ઉભી હોય તેમાં વળી દાયકા કરતાં વધુ સમયથી તો જો કે નર્મદા અમુક વિસ્તારોના તારણહાર છે પરંતુ સો ટકા સ્વાવલંબી થવા, જળસંચય, જળ કરકસર, નર્મદાને વ્યાપ વધારવો, તેની સાથે સાથે દરીયાનુ અખુટ પાણી મીઠું, કરવાની યોજનાએ તબકકાવાર કાર્યરત કરવાની સમયની માંગ છે. માટે જ રોજે રોજની ડીમાન્ડ પહોંચી વળવા માટે આ પ્રોજેકટ કાર્યરત થનાર છે નર્મદાનીર તેટલા ઓછા ખાસ કરીને ઉધોગક્ષેત્રમાં આપવા પડે તેવું આયોજન છે.

ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યમાં જોડિયા ખાતે દરિયાના પાણીને મીઠું પાણી બનાવવા માટેનો આ પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટ છે. જો સરકારને આ પ્રોજેક્ટમાં સફળતા મળશે તો, આવનારા દિવસોમાં દરિયાકાંઠાના અન્ય ગામોમાં પણ આવા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવશે અને ગુજરાતમાંથી પાણીની તંગીને દેશવટો આપવામાં આવશે.

Related posts

દ્વારકાને ગાયકવાડ સરકારે આપેલું પુસ્તકાલય ખંઢેર બન્યું

Nawanagar Time

જામનગરમાં કોરોનાનો હાહાકાર: 14 મોત

Nawanagar Time

આર્થિક મોરચે ભારત કરતાં બાંગ્લાદેશની સ્થિતિ વધુ સારી

Nawanagar Time

Leave a Comment