Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના મોટી ભલસાણમાં જૂથ અથડામણ

group-conflicts-in-jamnagars-big-bhalasan

યુવતિની મસ્તી કરવા બાબતે આહિર જ્ઞાતિના બે જુથ વચ્ચે બઘડાટી: પથ્થરમારો

જામનગર:-જામનગર નજીકના મોટી ભલસાણ ગામે બે આહીર જૂથ વચ્ચે થયેલ  બંને પક્ષે ઈજાઓ પહોચી છે.યુવતીની છેડતી બાબતે થયેલ માથાકૂટ સંદર્ભે પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામે ગઈ કાલે બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી. ભલસાણ ગામના હરીભાઈ જેસંગભાઈ ચાવડા અને તેના પરિવારના વજાભાઇ માલાભાઈ  મનોજ મુળુભાઈ, ભરત મુળુભાઈ, વીરા નાગદાન પર હુમલો  કરી જેઠા માલાભાઈ વારા, લખમણભાઈ આલાભાઇ એ લાકડીઓ વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી, ગઈ કાલે  આરોપીઓ પૈકીનાઓએ મણીબેનની મસ્તી કરતા તકરાર થઇ હોવાનું સામે આવ્યું છે.

પોલીસે હરીભાઈની ફરિયાદ નોંધી હતી. સામે પક્ષે જેઠાભાઈ માલાભાઈ વારાએ મનોજ મુળુ ચાવડા, હેમત  અને ભરત મુળુ, વીરા નાગદાન સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં ધવલે કાજલબેનની મસ્તી કરતા આરોપીઓએ હુમલો કરી પથ્થર ફટકારી ઈજા પહોચાડ્યાનું પોલીસમાં જાહેર થયું છે.  આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

જામનગર મહાનગરપાલિકાને અચાનક જ એચડીએફસી બેંક ઉપર પ્રેમ ઉભરાયો

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં આંગણવાડી મહિલા વર્કરની ભરતી પ્રક્રિયા હવેથી ઓનલાઈન

Nawanagar Time

ખંભાળિયા બાયપાસ ઓવરબ્રીજ પાસે રીક્ષા પલટી: 8 ને ઈજા

Nawanagar Time

Leave a Comment