Nawanagar Time
નેશનલ

ભારતીય વાયુસેના માટે અત્યંત મહત્વનુ એવું Gsat-7A સેટેલાઈટ ભારત કરશે આજે લોન્ચ…

GSAT-7A satellite will be launched today for the most important Indian Air Force ...

Gsat-7Aની મદદથી વાયુસેનાનાં ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એરબેઝ અને AWACS આંતરિક રીતે ઇંટરલિંક થઇ જશે

 ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો પોતાનાં આગામી સેટેલાઇટ Gsat-7Aને આજે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ સેટેલાઇટ ભારતીય વાયુસેના માટે ખુબ જ ખાસ છે. આવો જાણીએ કે સેના માટે આ સેટેલાઇટનું શું મહત્વ રહેશે.

Gsat-7Aનું લોન્ચ જીએસએળવી-એફ11 રોકેટ દ્વારા બુધવારે (આજે) સાંજે 04.10 વાગ્યે શ્રી હરિકોટાના લોન્ચ પેડ પરથી કરવામાં આવશે. જેવો આ સેટેલાઇટ જિયો ઓરબિટમાં પહોંચશે તે કોમ્પયુનિકેશન સેટેલાઇટ દ્વારા ભારતીય વાયુસેનાનાં તમામ અલગ અલગ ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એરબેસ અને AWACS આંતરિક રીતે ઇન્ટરલિંક થઇ જશે.જેના કારણે નેટવર્ક આધારિત વાયુસેનાની લડવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થઇ જશે.

ભારતીય વાયુસેના માટે Gsat-7A કેમ છે ખાસ ? 
Gsat-7A ન માત્ર વાયુસેનાના એરબેઝ સાથે જ લિંક થશે પરંતુ તેના દ્વારા ડ્રોન ઓપરેશન્સમાં પણ મદદ મળશે. તેના દ્વારા ડ્રોન આધારિત ઓપરેશન્સમાં એરફોર્સને ગ્રાઉન્ડ રેન્જમાં ઘણો વનધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ભારત, અમેરિકામાં બનેલા પ્રીડેટર-બી અથવા સી ગાર્ડિયન ડ્રોન્સ પ્રાપ્ત કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. આ ડ્રોન્સ વધારે ઉંચાઇ સુધી સેટેલાઇટ કંટ્રોલ દ્વારા ઘણા અંતરથી દુશ્મન પર હૂમલો કરવા માટેની ક્ષમતા ધરાવે છે.

શું છે Gsat-7Aનાં ખાસ ફીચર્સ
આ સેટેલાઇટનો ખર્ચ 500-800 કરોડ રૂપિયા જણાવાઇ રહી છે. તેમાં 4 સોલર પેનલ લગાવાઇ છે જેનાં દ્વારા આશરે 3.3 કિલોવોટ વિજળી પેદા કરી શકાય છે. આ સાથે જ તેમાં કક્ષામાં આગળ પાછળ જઇ શકવાની અથવા ઉપર જવા માટે બાઇ પ્રોપેલેંટનું કેમિકલ પ્રોપલ્શન સિસ્ટમ પણ આપવામાં આવી છે.

Gsat-7A પહેલા ઇસરો Gsat-7 સેટેલાઇટ જેને રુકમણી નામથી ઓળખવામાં આવે છે, ને લોન્ચ કરી ચુક્યું છે. તેનું લોન્ચિંગ 29 સપ્ટેમ્બર 2013માં કરવામાં આવ્યું હતું. તે ભારતીય નૌસેના માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ સેટેલાઇટ નેવીનાં યુદ્ધ જહાજ, સબરમરીન અને વાયુસેનાનાં સંચારની સુવિધાઓ પુરી પાડે છે. માનવામાં આવે છે કે આગામી થોડા વર્ષોમાં ભારતીય વાયુસેનાને વધારે એક સેટેલાઇટ Gsat-7C મળી શકે છે. જેના કારણે તેનાં ઓપરેશન્સ આધારિત નેટવર્ક વધારે મજબુત થશે.

ભારતીય સેના માટે કેટલા મદદગાર છે સેટેલાઇટ્સ્
ભારત પાસે પાલ 13 મિલિટરી સેટેલાઇટ્સ છે. તેમાંથી મોટા ભાગના સેટેલાઇટ્સ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે. જેમાં કાર્ટોસેટ સીરિઝ અને રીસેટ સેટેલાઇટનો સમાવેશ થાય છે. ધરતીની નિચલી કક્ષામાં રહે છે અને ધરતીનાં ચિત્ર લેવામાં મદદગાર સાબિત થાય છે. જો કે કેટલાક સેટેલાઇટ્સને ધરીની ભૂસ્થૈતિક કક્ષા (જિયો ઓરબીટ)માં પણ સ્થાપિત કરવામાં આવે છે. આ સેટેલાઇટનો ઉપયોગ નજર રાખવા, નેવિગેશન અને કમ્યુનિકેશન માટે કરવામાં આવે છે. આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક દરમિયાન ખુબ જ મદદગાર સાબિત થયા હતા.

વિશ્વમાં કેટલા મિલિટરી સેટેલાઇટ્સ છે. ?
હાલ પૃથ્વીની ચારે તરફ આશરે 320 મિલિટરી સેટેલાઇટ છે. તેમાં અડધા સેટેલાઇટ માત્ર અમેરિકાનાં જ છે. ત્યાર બાદ રશિયા અને ચીનનાં સેટેલાઇટ્સનો નંબર આવે છ્. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પેસમાં મિલિટરી સામાન તૈયાર કરવામાં ચીને છેલ્લા થોડા વર્ષોમાં ખુબ પ્રગતી કરી છે. જેને જોતા ભારતે પણ પોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ચીને જાન્યુઆરી 2017માં ધરતીની નિચલી કક્ષમાં ફરી શકે તેવા સેટેલાઇટ માટે ASAT (એન્ટી સેટેલાઇટ) વેપનનો ટેસ્ટ પણ કર્યો હતો.

Related posts

કંગનાએ 40 કરોડમાં ખરીદી પોતાના પ્રોડક્શન હાઉસની નવી ઓફિસ

Nawanagar Time

‘અતરંગી રે’:સારા, ધનુષ અને અક્ષય પહેલીવાર એકસાથે દેખાશે

Nawanagar Time

Ahmedabad To Porbandar : આજથી ફ્લાઇટનો શુભારંભ.. કઈક આવું હશે ભાડું..

Nawanagar Time

Leave a Comment