Nawanagar Time
ગુજરાત જામનગર

બ્રાસપાર્ટ ઉદ્યોગમાં જીએસટી ચોરીનો પર્દાફાશ

gst-stolen-explanation-in-the-brasport-industry

સોયલ ટોલ નાકા પરથી બીલ વગરનો લાખોનો માલ ઝડપી લેતું જીએસટી તંત્ર

જામનગર:-જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગકારો દ્વારા નવતર કીમીયા અપનાવી એક જ બિટી ઉપર વધુ માલ મોકલવામાં આવી રહયું હોય જીએસટી વિભાગ દ્વારા આવી ગેરરીતી ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જામનગર જીએસટી દદ્વારા સોયલ ટોલનાકા નજીક વોચ ગોઠવી દિલ્હી મોકલાવામાં આવી રહેલો 70 લાખનો માલ સીઝ કરી દેવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ જામનગરથી દિલ્હી બીલ વગરનો 70 લાખનો બ્રાસપાર્ટનો માલ મોકલવામાં આવી રહ્યો હતો ત્યારે ધ્રોલના સોયલ ટોલ નાકા પાસેથી આ ટ્રકને જીએસટી વિભાગે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે, જીએસટી વિભાગની મોબાઈલ સ્કવોડએ સોયલ ટોલ નાકા નજીકથી બ્રાસપાર્ટનો એક ટ્રક ઝડપી પાડ્યો છે.

જામનગર જીએસટીની ટીમ દ્વારા બીલ વગરના માલ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, દરમિયાન ધ્રોલ નજીક સોયલ ટોલ નાકા પાસે ચેકિંગ દરમિયાન જામનગરથી દિલ્હી જઈ રહેલ બ્રાસપાર્ટના ટ્રકની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જીએસટી અધિકારી વી.એ.મહેતાના જણાવ્યા પ્રમાણે આ માલ બીલ વગરનો હોય અમુક લોકોએ પેઢી ઉભી કરીને આ માલ દિલ્હી પહોંચાડવાનું પ્રયાસ કરવામાં આવ્યો હોય હાલ અંદાજે 70 લાખનો બ્રાસપાર્ટનો માલ સ્થગિત કરવામાં આવ્યો છે.

જીએસટીના અધિકારીઓ દ્વારા ઊંડાણભરી તપાસ હાથ ધરી હોય ખોટા બીલો જનરેટ કરી આ માલ બહાર મોકલવામાં આવતો હોવાની શંકાના આધારે વધુ તપાસ જીએસટીના અધિકારીઓએ હાથ ધરી છે અને જીએસટી અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમના અનુમાન મુજબ આમાં કોઈ ગેરરીતી સામે આવશે તો આ માલને હરરાજી કરીને રકમ વસુલવામાં કરવામાં આવશે તેવું જીએસટીના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Related posts

ચકચારી ફાયરીંગ પ્રકરણમાં જામનગરના ત્રણ શખસોના નામ ખૂલ્યા

Nawanagar Time

બટેટા, ટમેટાં, આદુ, લસણ અને ધાણાના ભાવમાં ભડકો

Nawanagar Time

સિક્કા ભુગર્ભ ગટરનું પાણી તળાવમાં ઠલવાતા હોબાળો, મુખ્યમંત્રી સુધી રજૂઆત

Nawanagar Time

Leave a Comment