Nawanagar Time
અમદાવાદ ગુજરાત

ગુજરાત કોંગ્રેસ: રાજીવ સાતવી ની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ

gujarat-congress-preparation-of-lok-sabha-elections-in-rajivs-chairmanship

ગડકરીના નિવેદનથી તેમનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે: ગડકરીએ ભલે નામ ન લીધું પણ તે તેમના વડાપ્રધાનની જ વાત કરી છે: અમિચ ચાવડા

અમદાવાદ:-ગુજરાત કાંગ્રેસ પ્રભારી રાજીવ સાતવી અધ્યક્ષતમાં ગુજરાતની શહેરી વિસ્તાર ધરાવતી 10 લોકસભા બેઠકો જીતવા અંગે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ  અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્વિમ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, નવસારી, સુરત અને વડોદરા સહિતની બેઠકો તથા તેના દાવેદારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ અંગે ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, સંગઠનમાં જ્યાં ક્ષતિઓ રહેલી છે, પહેલા તેને દૂર કરવામાં આવી રહી છે. બૂથ જીતવાની રણનીતિ અંગે કામ ચાલી  છે. નિરીક્ષકો સાથે બેઠક બાદ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં કોંગ્રેસની પેનલોને અંતિમ રૂપ આપી તે નામ હાઇકમાન્ડને મોકલી આપવામાં આવશે.

અમિત ચાવડાએ ભાજપા અને ભાજપાના નેતા તથા સરકારને આડે હાથ લીધા હતા. મેગા કેમ્પમાં વિજય રૂપાણીએ કાંગ્રેસ પર કરેલા આક્ષેપોનો જવાબ આપતાં અમિત ચાવડાએ જણાવ્યું   કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જીઆઇડીસીની સ્થાપના કરાઈ હતી, જાહેર સાહસો શરૂ  કરાયા હતા. જેના કારણે અંતરિયાળ વિસ્તારમાં રોજગારી મળી રહી છે. આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ યુપી બિહારને પણ શરમાવે તેવી છે અને ભાજપના શાસનમાં મુખ્યમંત્રીએ ખુદ સ્વીકાર કર્યો છે કે સરકારના મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારમાં નંબર વન છે.  કોંગ્રેસના દિવસો યાદ કરવાને બદલે પોતે શુ કર્યું તેનો હિસાબ આપવો જોઈએ.

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુ વાઘાણીએ મહિલાઓ અંગે કરેલી ટીપ્પણી અને ત્યાર બાદ દિલસોજી વ્યક્ત કરવા દર્શાવેલી તૈયારી અંગે કહ્યું કે, જીતુ વાઘણીનું નિવેદન ભાજપના નેતાઓની હલકી માનસિકતાનું દર્શન  કરાવે છે. તેઓ બોલીને ફરી જતા હોય પણ  પ્રમુખ તરીકે આવા નિવેદનો ચલાવી ના લેવાય. બોલીને ફરી જવું એ ભાજપની નીતિ રહી છે. મહિલાઓનું અપમાન થયું છે એ બદલ માહિલાઓ માફ નહીં કરે.

તેમણે ઉમેર્યું કે ભાજપના નેતાઓ ને કહેવાવાળું કોઈ નથી. ઈરાદાપૂર્વક બોલ્યું હોય, ચોક્કસ હેતુ સાથે બોલ્યું હોય એને માફ ન કરી શકાય. જે રાષ્ટ્રધ્વજ  મહિલાઓ – માતાઓનું અપમાન કરતા હોય એવી વ્યક્તિઓએ કોંગ્રેસના વડાપ્રધાનની ચિંતા કરવાની જરૂર નથી. લોકોએ રાહુલજીના નેતૃત્વમાં વિશ્વાસ મુક્યો છે

અમિત ચાવડાએ નીતિન ગડકરીના નિવેદનને લઇને પણ ભાજપાને આડે હાથ લીધી હતી. ચાવડાએ કહ્યું કે, ગડકરીના નિવેદનથી તેમનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે.  ગડકરીએ ભલે નામ ન લીધું પણ  તેમના વડાપ્રધાનની જ વાત કરી છે. તેમણે રેશમા પેટલે આપેલા નિવેદન પર પણ ટીપ્પણી કરી અને કહ્યું કે, મુખ્યમંત્રી જાતે સ્વીકારે છે કે તેમની સરકાર ભ્રષ્ટાચારી છે. ભાજપના અનેક નેતાઓ સરકારની વાસ્તવિકતા સામે લાવશે. લોકો જાણી ગયા છે કે ભાજપનું ચરિત્ર જૂઠ્ઠું બોલવાનું છે અને આનો જવાબ પ્રજા 2019માં

Related posts

પેટાચુંટણીની તમામ બેઠકો પર કોંગ્રેસ જીતશે : હાર્દિક પટેલ

Nawanagar Time

શાકમાર્કેટ સામે ટ્રાફિક અવરોધતા 11 રેકડી ધારકો સામે કાર્યવાહી

Nawanagar Time

રાજ્ય સરકારે વાલીઓની એક સત્રની ફી માફી કરી આપવી જોઇએ: કોંગ્રેસ

Nawanagar Time

Leave a Comment