Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ગુજરાત સરકારે પ્રજાના પેટ્રોલ-ડીઝલ અને સીએનજી ગેસના ટેક્સ પેટે 26 હજાર કરોડ ખંખેર્યાં

gujarat-government-pays-26-thousand-crores-of-tax-on-public-sector-petrol-and-diesel-and-cng-gas

જો પેટ્રોલ-ડિઝલ અને સીએનજી ગેસને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો પ્રજાને મોટી રાહત મળે

ગાંધીનગર:-દેશમાં એક સમાન  લાગુ કરવાના નામે કેન્દ્ર સરકારે જીએસટી અમલી બનાવ્યો છે પરંતુ પેટ્રોલ-ડિઝલ અને સીએનજી પર જીએસટી લાગુ કરવામાં ન આવતાં કેન્દ્ર અને રાજય સરકાર વેરાના નામે રીતસર લૂંટ ચલાવી રહી છે. અને વર્ષ 2017-18માં 26 હજાર કરોડથી પણ વધુ વેરો સરકારે તિજોરીમાં ઠાલવી લીધો હોવાનું વિધાનસભામાં પુછાયેલા પ્રશ્ર્નોમાં બહાર આવ્યું  રાજયમાં પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને સીએનજી-પીએનજી ઉપર જંગી વેરા-સેસના કારણે છેલ્લા બે વર્ષમાં કુલ 26,440 કરોડ રૂપિયાની આવક થવા પામી છે. જેમાં વર્ષ 2017-18માં 14703.51 કરોડ રૂપિયા અને 2018માં એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં 11736.58 કરોડ રૂપિયાની આવક થવા પામી છે.

કોંગ્રેસના વજેસિંગ પણદાએ રાજયમાં  ઇંધણ ઉપર વેરા અને તેના થકી સરકારને થયેલી આવક અંગે પૂછેલા એક સવાલના લેખિત જવાબમાં નાણા વિભાગ દ્વારા જણાવાયું છે કે પેટ્રોલ પર 17 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ પર 17 ટકા વેટ અને 4 ટકા સેસ, સીએનજી પર 15 ટકા વેટ તેમજ પીએનજી પર 15 ટકા  નાખવામાં આવેલો છે.

સરકારને 2017-18માં સીએસટી સાથે વેટની પેટ્રોલ પરની આવક 3338.34 કરોડ અને 652.86 કરોડ સેસની આવક જ્યારે ડીઝલ ઉપર સીએસટી સાથે વેટની 7430.50 કરોડ અને સેસ પેટે 1453.13 કરોડની આવક થવા પામી હતી. સીએનજી પર વેટ પેટે 499.91 કરોડ અને પીએનજીમાં 1328.77 કરોડની આવક થવા પામી હતી.

2018થી ડિસેમ્બર-2018 સુધી પેટ્રોલ પર સીએસટી સાથે વેટની આવક 2729.63 કરોડ અને સેસ પેટે 582.07 કરોડ તથા ડીઝલમાં 6261.02 કરોડ

અને સેસ પેટે 1095 કરોડની આવક સરકારને થવા પામી છે. વેટ પેટે સીએનજીમાં આ સમયગાળામાં 300.27 કરોડ અને પીએનજીમાં 568.02 કરોડની આવક થવા પામી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  લાંબા સમયથી ભારે વધારો થયા બાદ તાજેતરમાં આંશિક રાહત મળી છે. જો કે કારમી મોંઘવારીમાં લોકો દ્વારા અવારનવાર પેટ્રોલ-ડીઝલ દૈનિક વપરાશ માટે અનિવાર્ય જરૂરિયાત હોઇ વેરાનો દર ઘટાડવા માટે રજૂઆતો કરાય છે.

Related posts

જગત મંદિરની સુરક્ષામાં વધારો

Nawanagar Time

દ્વારકા મંદિરમાં 100થી વધુ ભાવિકોના લાખોના ઘરેણાં અને રોકડની ચીલઝડપ

Nawanagar Time

એક વર્ષમાં 11.80 કરોડના વિકાસ કામો કરાવતા ધારાસભ્ય હકુભા જાડેજા

Nawanagar Time

Leave a Comment