Nawanagar Time
ગુજરાત જામનગર

સમગ્ર દેશમાં ઈન્કમટેક્સ ચૂકવવામાં ગુજરાત અવ્વલ, જાણો માહીતી..

gujarat-has-paid-the-income-tax-in-the-country

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં 76 લાખ લોકોએ ઈન્કમટેક્સ ભર્યો

જામનગર:-ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કરદાતાઓની પરેશાની ઘટી જાય અને તેમની ફરીયાદોનું તાકીદે નિરાકરણ થાય તેવા પ્રયાસ  રહ્યા છે. અમદાવાદની મુલાકાતે આવેલા સીબીડીટીના મેમ્બર પી.કે. દાસે સિંગ્લ વિન્ડો કલીયરન્સનું ઉદઘાટન કરાવ્યું હતું. જેમાં કરદાતાઓના ટીડીએઇના અને અન્ય પ્રશ્ર્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં આવશે. ઉપરાંત ઈન્કમટેક્ષ વિભાગને લગતી કાયદાકીય મદદ માટે ખાસ ગુજરાત ઈન્કમટેકસ ફી લીગલ સર્વિસ સેલનો પણ પ્રારંભ કરાવ્યો હતો. દાસે ઈન્કમટેકસ ભરવામાં પણ ગુજરાત અવ્વલ  જણાવ્યું હતું. જો કે ઈન્કમટેકસ બાર એસો. ગુજરાત દ્વારા ગુજરાત ઈન્કમટેકસ વિભાગ દ્વારા આગામી વર્ષના ટાર્ગેટમાં 30 ટકાનો વધારો કરવાની યોજનાને અવાસ્તવિક ગણાવી હતી.

દાસે જણાવ્યું હતું કે ગુજરાત ઈન્કમટેકસ ચુકવવામાં પણ અવ્વલ છે. ગુજરાતની વસ્તી લગભગ 6.50 કરોડ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં 76 લાખ કરદાતાઓ છે. એટલે  જોઇએ તો 11.84 ટકા લોકો કરદાતા છે. જયારે દેશની સ્થિતિલન જોઇએ તો 130 કરોડની વસ્તીમાં માત્ર 6.50 કરોડ જ કરદાતા છે. એટલે કે પાંચ ટકા લોકો કરદાતા છે. બીજી તરફ ઈન્કમટેક્ષ વિભાગને ટાર્ગેટ પુરો કરવામાં 17-18 હજાર કરોડની ઘટ પડી રહી છે. માટે ડિપાર્ટમેન્ટ દ્વારા આકરા પગલા લેવામાં આવી  છે. જેના મુદ્દે ઈન્કમટેકસ બાર એસો. અને ચેમ્બર દ્વારા કરદાતાઓને પરેશાની ન થાય તેનું ધ્યાન રાખવા સુચનો કરાયા હતા.

Related posts

પોલિસી પૂરી થયા બાદ પણ દર્દી 60 દિવસ સુધી મેડિકલેઈમ માટે હકદાર

Nawanagar Time

લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અનુસંધાને ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે એક દિવસીય તાલીમ યોજાઇ

Nawanagar Time

જામનગરમાં કોરોના હળવો પડ્યો: માત્ર 9 પૉઝિટીવ કેસ

Nawanagar Time

Leave a Comment