Nawanagar Time
નેશનલ

પક્ષપલટુઓ ચેતજો : પાટણ જિલ્લા પંચાયતના સભ્યને ગુજરાત હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

પાટણ: ગુજરાત હાઈકોર્ટે હવે પક્ષ પલ્ટુ નેતાઓ સામે આકરું વલણ દાખવ્યું છે. પાટણના જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકી કે, જેઓ 2017 ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, તેમના પર પક્ષ પલટો કર્યા અંગે પગલાં લેવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમને પક્ષાંતર ધારા હેઠળ સ્વેચ્છાએ પક્ષના સભ્ય પદ છોડવા ગેરલાયકાત ધારણ કરવાની જોગવાઈ છે, જેને માન્ય રાખતા ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. ગુજરાતમાં ચૂંટણી સમયે નેતાઓ પક્ષ પલટાવીને કોઈક ને કોઈક કારણસર બીજા પક્ષમાં જતા રહે છે અને જેના કારણે સામાન્ય લોકોને નુકસાન થાય છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચૂકાદો પક્ષ પલટો કરનારા નેતાઓ માટે લાલબત્તી સમાન દેખાઈ રહ્યો છે.

Related posts

સલમાન-જેકલીનના ગીતે રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી

Nawanagar Time

‘મન કી બાત’માં બનાસકાંઠાના સફળ ખેડૂતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદી

Nawanagar Time

વધુ 19 દિવસ લૉકડાઉન

Nawanagar Time