Nawanagar Time
અમદાવાદ બિઝનેસ

કપાસના ઉત્પાદનમાં ગુજરાત પહેલા નંબરથી પાછળ ધકેલાઈ ગયું

અમદાવાદ : ગુજરાત કપાસના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ નંબર પર હતું તે એક જ વર્ષમાં ઘકેલાઈને બીજા નંબર પર આવી ગયું છે. ગુજરાત સરકાર માટે આ અત્યંત ગંભીર સ્થિતિ છે. છતાં તે અંગે કૃષિ ક્ષેત્રે ચિંતા કરવામાં આવી નથી. ચોંકાવનારી બાબતતો એ છે કે ટેકાના ભાવે સરકાર કપાસની ઓછી ખરીદી કરતી હોવાથી પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કપાસના વાવેતરથી વિમુખ થી રહ્યા છે.

કેન્દ્ર સરકારે બધા રાજ્યોની ખેતી અંગે બહાર પાડેલાં અહેવાલમાં ગુજરાત માટે ચિંતા થાય એવો એક અહેવાલ છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાત મહારાષ્ટ્રને પછાડીને એક નંબર પર ઘણાં વર્ષો સુધી રહ્યાં બાદ હવે ગયા વર્ષે ફરી એક વખત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત રાજ્ય સરકાર આગળ નીકળી ગયું છે. આમ ગુજરાત કપાસના ઉત્પાદનમાં બીજા નંબર પર ધકેલાઈ જતાં કપાસની ખેતી માટે ચિંતા કરવા જેવી સ્થિતિ ઊભી થઈ છે.

2018-19માં દેશમાં 28.71 મિલીયન ટન કપાસ થયો હતો. જેમાં મહારાષ્ટ્રમાં 7.13 મિલીયન ટન અને ગુજરાતમાં 6.09 મિલીયન ટન ઉત્પાદન થયું હતું. ત્રીજા નંબર પર તેલંગણા 4.10 મિલીયન ટન સાથે હતું. ગુજરાત સરકારની અવળી નીતિના કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે. 12.10 મિલીયન હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું અને 33.22 મિલીયન અને 467 કિલો એક હેક્ટરે કપાસ પાક્યો હતો. 11.22 લાખ ગાંસડી ઉત્પાદન હતું. કેન્દ્ર સરકારે દેશમાં 35.50 લાખ ગાંસડીનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો પણ ખરેખર ઉત્પાદન 28.71 લાખ ગાંસડી થયું હતું. 2014 સુધીની સરકારોએ જે લક્ષ્યાંક નક્કી કરેલા તે મોટા ભાગે પૂરા થયા હતા.વાવેતર વિસ્તારમાં વધારો થયો હોવા છતાં આ સ્થિતિ ઊભી થઈ છે. હેક્ટરે ઉત્પાદકતાં 512 કિલોથી ઘટીને 386 કિલો થઈ ગઈ હતી. જે 2006-07ના વર્ષમાં 421 કિલોની હતી તે કરતાં નીચી હતી. આમ 2018-19નું વર્ષ દેશના કપાસ પકવતાં ખેડૂતો માટે કપરું વર્ષ પસાર થયું હતું.

ગુજરાતમાં 2017-18માં 2.62 મિલીયન હેક્ટર કપાસની ખેતી હતી. જે 2018-19માં વધીને 2.66 મિલીયન હેક્ટર ખોતી થઈ હતી. મહારાષ્ટ્રમાં 2017-18માં 4.36 મિલીયન હેક્ટરથી ઘટીને 4.25 મિલીયન હેક્ટર ખેતી થઈ થઈ હતી. તેમ છતાં મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન વધી ગયું હતું. જ્યારે ગુજરાતમાં કપાસનું વાવેતર વધ્યું છતાં ઉત્પાદન ઘટી ગયું હતું. 2017-18માં 660 કિલો કપાસ ગુજરાતમાં થયો હતો પણ 2018-19માં 389 કિલો થઈ ગયો હતો. ભારતમાં ગુજરાતનો હિસ્સો 31 ટકા હતો તે ઘટીને 21.22 ટકા થઈ ગયો હતો. મહારાષ્ટ્રનો 18.58 ટકા હિસ્સો હતો તે એક જ વર્ષમાં વધીને 24.83 ટકા હતો. આમ ગુજરાતની કપાસની ખેતી એક જ વર્ષમાં બીજા નંબર પર આવી ગઈ છે. દેશમાં કપાસીયા તેલ 11થી 12 લાખ ટન થાય છે. વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદનમાં ચીન પછી બીજા નંબર પર છે. ભારતનો હિસ્સો 25 ટકા છે. ભારત સરકારે 100 કિલો કપાસના ટેકાના ભાવ રૂ.5255 અને 5550 નક્કી કરેલા છે.ગુજરાતમાં હેક્ટરે 18.26 ક્વિન્ટલ કપાસ થયો હતો. જે આંધ્ર પ્રદેશ પછી ઉત્પાદકતામાં બીજા નંબર પર હતો. તેમ ગુજરાતમાં કપાસના પાકને તૈયાર કરવાનું એક હેક્ટરે ખર્ચ રૂપિયા 73,153 આવે છે. મહારાષ્ટ્રમાં 81,064 આવે છે. તામિલનાડુમાં ખર્ચ રૂપિયા 98676 આવે છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાંથી 464 હજાર ગાંસડી કપાસ સીસીઆઈએ ટેકાના ભાવેથી ખરીદેલો હતો. ગુજરાતમાંથી 174 હજાર ગાંસડી કપાસ 2019-20માં ખરીદ કરાયો હતો. આમ ગુજરાતના સાંસદ પરસોત્તમ રૂપાલા કૃષિ રાજ્ય પ્રધાન હોવા છતાં ગુજરાને કોઈ ફાયદો કરાવ્યો ન હતો. તેલંગણામાં તો 1697 હજાર ગાંસડી કપાસ ખરીદ કરાયો હતો. દેશમાં 3021 હજાર ગાંસડી કપાસ સીસીઆઈએ ખરીદ કર્યો હતો. ગુજરાતના ખેડૂતોને 2014-15થી ઓછો કપાસ ખરીદ કરીને આ અન્યાય કરવામાં આવી રહ્યો છે. દેશના વડાપ્રધાન અને કૃષિ પ્રધાન ગુજરાતના હોવા છતાં આવું થઈ રહ્યું છે.

Related posts

દેશમાંથી ઘટી રહી છે અબજોપતિઓની સંખ્યા, જાણો શું છે કારણ

Nawanagar Time

આરએસએસના રજ્જુભૈયાના નામે ટ્રસ્ટ ખોલી કરોડોનું કૌભાંડ

Nawanagar Time

મોદી સરકારનો રાહતનો નિર્ણયઃ વિદેશી રોકાણનીતિમાં કેટલીક છૂટછાટ

Nawanagar Time