Nawanagar Time
બિઝનેસ

અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા ગુજરાતના 230 બિલ્ડર 800 કરોડ રોકશે

gujarats-230-builders-will-get-800-crores-for-green-card

ઈબી-5 વિઝા હેઠળ 5 લાખ ડોલરનું અમેરિકામાં રોકાણ કરવાથી પરિવારને સીધું ગ્રીનકાર્ડ મળી જતું હોવાથી ગુજરાતના બિલ્ડરો મેદાને પડયા

નવી દિલ્હી:-અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો ગ્રીનકાર્ડ મેળવવા અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે જેની સામે અમેરિકાએ પણ ગ્રીનકાર્ડના નિયમો કડક બનાવ્યા છે. જો કે, અમેરિકામાં વિઝા માટે પાંચ લાખ ડોલર જેટલું રોકાણ કરવાના નિયમનો ફાયદો ઉઠાવી ભારતીયો તેમાં પણ  ગુજરાતીઓ અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાની વેતરણમાં હોય છે. હાલ અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના 230 બિલ્ડરો રૂા.800 કરોડ જેટલું તોતિંગ રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે.

અમેરિકાની ઈબી-5 વિઝા કેટેગરીમાં પરિવારને સીધુ ગ્રીનકાર્ડ મળી જતું હોવાથી આ વિઝા લઈ અમેરિકા જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં વધ્યો છે, તેમાં પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં અમેરિકામાં  વળતર મળી રહેતું હોવાથી બિલ્ડર્સ લોબી ત્યાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુને વધુ મૂડીરોકાણ કરી રહી છે. પ્રમાણમાં ઓછી જાણીતી ઈબી-5 કેટેગરી હેઠળ જો કોઈ વ્યક્તિ અમેરિકામાં 5 લાખ ડોલર (અંદાજે સાડા ત્રણથી પોણા ચાર કરોડ રૂપિયા)નું રોકાણ કરે તો તેને અને તેના પરિવાર (પતિ-પત્ની અને સગીર બાળકો)ને ગ્રીનકાર્ડ મળી  છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આંકડા મુજબ 2017માં ભારતમાંથી 174 લોકોએ ઈબી-5 હેઠળ અરજી કરી હતી, જેની સામે 2018માં 585 લોકોએ અરજી કરી છે.

એટલે કે  એક જ વર્ષમાં 236 ટકા જેટલો વધારો થયો છે. વિઝા ક્ધસલ્ટન્ટ ઈંગિત મોદીએ જણાવ્યાનુસાર આ કેટેગરીમાં સમગ્ર ભારતમાંથી જે અરજી થાય છે તેમાં  ટકાથી વધુ અરજી ગુજરાતીઓની હોય છે, તેમાંય 70% બિલ્ડર્સ પરિવાર હોય છે.

એ રીતે જોઈએ તો 2018માં અંદાજે 290 જેટલા ગુજરાતી પરિવારોએ આ કેટેગરીમાં અરજી કરી છે અને આમાંથી લગભગ 230 જેટલી અરજી બિલ્ડર્સ લોબીમાંથી થઈ હોવાનું અનુમાન છે. એ હિસાબે ગ્રીનકાર્ડ મેળવવા ગુજરાતના બિલ્ડર્સ 800 કરોડથી વધુ રૂપિયાનું  આગામી દોઢ-બે વર્ષના ગાળામાં અમેરિકામાં કરશે.

Related posts

15મી ફેબ્રુઆરીથી નાફેડ મગફળીનો બમ્પર સ્ટોક વેચાણમાં મૂકશે

Nawanagar Time

શેરબજાર કોરોનાગ્રસ્ત: સેન્સેકસ-નિફટીમાં ગાબડાં

Nawanagar Time

સોનાની તસ્કરી અટકાવવા હિરા-ઝવેરાતની હેરફેરમાં ઇ-વે બિલ ફરજીયાત બનશે

Nawanagar Time

Leave a Comment