Nawanagar Time
ગુજરાત સુરત

ગુજરાતનો દરિયો તોફાની બનશે: એલર્ટ

gujarats-coast-will-become-stormy-alert

સુરત:-ગુજરાતમાં પવન  ઠંડીનું પ્રમાણ ખૂબ વધુ છે. ત્યારે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનો દરિયો તોફાની બનશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં સમુદ્રમાં નોર્થ ઇસ્ટના ભારે પવનને લઇને દરિયો તોફાની બનશે. સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સર્જાતા 50 સળની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના માછીમારોને  ન જવા અને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 50 કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.

ત્યારે દરિયામાં પણ મોજા ઉછળવાની સંભાવના છે. એટલા માટે દક્ષિણ  દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા જવા માટેની સૂચના આપવામાં આવી છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારને પણ અલર્ટ કરાયા છે.;-

Related posts

ગુલાબનગરમાં શાકમાર્કેટ શરૂ થયાં પહેલાં જ ખંઢેર બની

Nawanagar Time

સોનાની દાણચોરી પ્રકરણમાં સૂત્રધાર વિમલ નારિયાની ધરપકડ સામે સ્ટે

Nawanagar Time

‘નર્મદે.. સર્વદે..’ આજે વેરાન ભાસતી ફુલઝર નદી કાલે બે કાંઠે વહેશે

Nawanagar Time

Leave a Comment