Nawanagar Time
અમદાવાદ ગુજરાત

કોંગ્રેસનું ફોકસ ગુજરાત; પ્રિયંકા સૌરાષ્ટ્રમાં કરશે પહેલી સભા

gujarats-focus-gujarat-priyanka-will-do-the-first-meeting-in-saurashtra

દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિયંકા ઉતરશે પ્રચારમાં

અમદાવાદ:-ગુજરાતમાં સૌ પ્રથમ વાર જ મંગળવારે અમદાવાદમાં સભા સંબોધી ગયેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી હવે આગામી દિવસોમાં લોકસભાના ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ સૌરાષ્ટ્રથી થશે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મળીને પ્રિયંકાની ત્રણ ચૂંટણી સભા યોજાશે. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે કબજો કરતા કોંગ્રેસની નામોશી ભરી હાર થઈ હતી, ત્યારે 2019માં ભાજપની 26 બેઠકો પરના વિજય રથને રોકવા માટે કોંગ્રેસની સ્થાનિક નેતાગીરીની સાથે રાષ્ટ્રીય નેતાગીરી પણ ગુજરાતમાં વધુ ધ્યાન આપી રહી છે. જેના ભાગરૂપે 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ ગ્રાઉન્ડ એવા ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વિપ રોકવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડે એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર માટે અગાઉ રાહુલ ગાંધી આવી ગયા હતા. હવે સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીને મોકલવા માટેની તૈયારીઓ શરૂ કરી છે.

Related posts

10 એપ્રિલે મોદી ગુજરાતમાં સભા ગજવશે

Nawanagar Time

કોંગ્રેસ ચોરોની જમાત: સીએમ વિજયભાઈ રૂપાણી

Nawanagar Time

લાલપુર મામલતદારની જોહુકમી સામે વકીલમંડળ મેદાને

Nawanagar Time

Leave a Comment