Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ખાલી જગ્યાથી ‘ડચકાં’ ખાતી ગુજરાતની એટીએસ, નવી ભારતી કયારે ?

gujarats-st-is-the-dutchka-from-empty-space

અપૂરતા સ્ટાફથી વોચ, વાહનડ્રાઈવ, પેપરવર્ક સહિતની કામગીરીમાં પડતી મુશ્કેલી : ઉચ્ચ અધિકારીઓની, જગ્યા પણ ખાલી

ગાંધીનગર:-હુમલા બાદ ગુજરાત સહિત દેશના તમામ સરહદી રાજ્યોને સાબદા રહેવાની સ્પષ્ટ તાકીદ કરી દેવાઈ છે. રાજ્યને ત્રાસવાદ સામે સુરક્ષા કવચ પૂરું પાડવાની જેની પ્રાથમિક જવાબદારી છે તે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ- ત્રાસવાદ વિરોધી દળ – એટીએસની જે હાલત છે તે જોતાં તો એટીએસ ત્રાસવાદ સામે લાકડાની તલવાર વિંઝયા કરતી હોય  ઘાટ ઘડાયો છે.

એટીએસ તરફથી અનેકવાર ગૃહ વિભાગને પત્ર લખી ત્રાસવાદ સામે મજબૂત લડત અને અસરકારક કામગીરી માટે ઓછામા ઓછા 400ના સ્ટાફની જરૂરિયાત હોવાની ભલામણો થયેલી. છતાં હાલની તારીખે રાજ્યના ત્રાસવાદ વિરોધી દળનું મંજૂર મહેકમ ફક્ત 65નું છે અને સ્ટાફ 59નો ફાળવાયો છે. આમ, સમગ્ર રાજ્યમાં ત્રાસવાદ વિરોધી સુરક્ષા  59ના હાથમાં છે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હાલમાં એટીએસમાં એક આઈજીપી, બે એસપી, ત્રણ પીઆઈ, 6 પીએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલની જગ્યા ખાલી જેની સામે છ કોન્સ્ટેબલના મહેકમ વચ્ચે 15 કોન્સ્ટેબલ ફાળવવામાં આવ્યા છે. એટીએસમાં 39 અધિકારીઓની સામે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ થઈને માત્ર 26નો સ્ટાફ છે. એટીએસમાં  કોલ ડિટેઇલ એનાલિસિસ સહિતનો ટેક્નિકલ સેલ છે પણ તેમાં પૂરતો સ્ટાફ નથી. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્ર્લ આઈબી તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે એટીએસના અધિકારીઓ દેશના અન્ય રાજ્યોમાં વોચમાં દિવસો સુધી હોય છે. વોચ,વાહન ડ્રાઇવ તેમજ પેપરવર્કનું કામ પણ અધિકારીઓને જાતે કરવું પડે છે. આમ,એટીએસને પૂરતુ મહેકમ મળે તે મુદ્દે  સરકાર રસ લે તે પણ જરૂરી છે.

ગુજરાત એટીએસની સફળતાઓ

ગુજરાત એટીએસની ટીમે છેલ્લા બે વર્ષમાં આઈએસઆઈએસ સાથે સંકળાયેલા ચાર આતંકીઓને ઝડપ્યા, ભરૂચ ભાજપના બે નેતાની હત્યાનો ભેદ ઉકેલ્યો, પેપર લીક પ્રકરણના આરોપીઓને ઝડપ્યા, ગોધરાકાંડ અને 2008 વિસ્ફોટના ફરાર આરોપીઓને ઝડપી લેવાની કામગીરી કરી છે. આ બધા વચ્ચે એટીએસના  સ્ટાફની અછત મહેસૂસ કરી રહ્યા છે.

દારૂ-જુગારથી હવે સીધા ત્રાસવાદી!

રાજ્યમાં દારૂ-જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા આવી બાતમી અને આવી પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ રહેલા ઙઈં-ઙજઈંને પોલીસવડાએ સસ્પેન્ડ કર્યા હતાં. જેમાં 30 ઙજઈંને રાજ્ય પોલીસવડાએ પરત નોકરી પર લેવા આદેશ કર્યા છે, પરંતુ નવાઈની વાત છે કે જે ઙજઈં પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારની બાતમી ન મેળવી શક્યા હોય તેઓને હવે આતંકવાદીઓની બાતમી માટે એટીએસમાંં મુક્યા છે.

Related posts

જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઈને હંફાવશે જેન્તીભાઈ સભાયા

Nawanagar Time

સસોઇ ડેમથી પમ્પ હાઉસ સુધીની લાઇનનો ખર્ચ રૂા.23 કરોડ શા માટે વધ્યો? પેચીદો સવાલ

Nawanagar Time

કાળજી-તકેદારી કોરોનાનો ઈલાજ: મુખ્યમંત્રી રૂપાણી

Nawanagar Time

Leave a Comment