Nawanagar Time
ગુજરાત

ગુજરાતના બે નામાંકિત ગુજરાતીઓનું બહુમાન…

ગુજરાત હાઇકોર્ટના ૧૨ વર્ષ જસ્ટીશ પદે સેવા આપનાર બાહોશ જસ્ટીશ શ્રી એમ આર શાહને સુપ્રીમકોર્ટમાં ન્યાયધીશ પદે નિમણુંક થતાં તથા ગુજરાત હાઇકોર્ટમાં ૨૦૦૮માં સિનિયર એડવોકેટ શ્રી તુષારભાઈ મહેતા ભારતના સોલિસિટર જનરલ બનતાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેઓનું આજે બહુમાન કરવામાં આવ્યું હતું

આજે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ ઓડિટોરિયમ હોલમાં આ મહાનુભાવોને મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, કાયદામંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, એક્ટિંગ ચીફ જસ્ટીશ ઓફ ગુજરાત, અનેક મહાનુભાવો, અગ્રણી વકીલો, હાજરીમાં આ બન્ને લિટરેટ ગુજરાતીઓને નવાજવામાં આવ્યા હતા.

શ્રી એમ શાહ સાહેબ ગુજરાત હાઈકોર્ટમાં ૧૨ વર્ષ સુધી સેવા આપ્યા બાદ ચીફ જસ્ટિસ ઓફ પટણા હાઇકોર્ટ પદ નિભાવ્યા પછી હવે સુપ્રીમકોર્ટના જસ્ટિસપદે પહોંચ્યા છે

તેવી જ રીતે મૂળ જામનગરના વતની ધરતીપુત્ર એવા શ્રી તુષારભાઈ મહેતા ૨૦૦૮થી ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ પદેથી ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટમાં ગયા અને હવે દેશના સોલિસિટર જનરલ પદે પહોંચ્યા છે, જે જામનગરનું જ નહિ, ગુજરાતનું ગૌરવ સમાન છે

દેશના વડાપ્રધાન એક ગુજરાતી છે, ત્યારે લીગલ ફેકલ્ટીમાં કેન્દ્રમાં મુખ્ય કાયદાના ઓફિસર ગુજરાત સુપ્રીમકોર્ટના બન્યા છે આ ઘટના ગૌરવરૂપ છે

Related posts

બધાને એક જ દિવસે પગાર: મોદી સરકારનો વધુ એક પ્રજાહીતનો નિર્ણય

Nawanagar Time

કાતિલ પવનથી જામનગર ઠીંગરાયું: તાપમાનનો પારો ગગડી 9 ડીગ્રી

Nawanagar Time

અમૂલ, મધર સહિતના દૂધનો લૅબોરેટરી ટેસ્ટ ફરજિયાત

Nawanagar Time

Leave a Comment