Nawanagar Time
ગુજરાત જામનગર

હાલાર પંથકમાં કાતિલ ઠંડીનો દોર યથાવત.. પારો 9.5 ડિગ્રી..

જામનગર:- ઉત્તર ભારતમાં હિમવર્ષાનો દોર યથાવત્ રહ્યો છે, ત્યારે ત્યાંથી ફૂંકાતા બર્ફિલા પવનોના કારણે હાલારમાં ફરી ઠંડીમાં વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ર.૩ ડીગ્રીના ઘટાડા સાથે સિઝનમાં બીજી વખત લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૯.પ ડીગ્રીએ પહોંચી જતાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.

ઉત્તર ભારતમાં છેલ્લા ઘણાં દિવસોથી ભારે હિમવર્ષા થવાનો દોર યથાવત્ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરાખંડ રાજ્યના ઘણાં વિસ્તારમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. લેહ-લદાખમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧૭ થી ર૦ ડીગ્રીએ પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ નદીઓ, તળાવો, બરફથી આછાદીત થઈ ગયા છે, ઝરણાઓ થીજી ગયા છે, મેદાનો પર પણ બરફ જામી ગયો છે.

હિમાલય પરથી વાતા ઉત્તરના હિમ જેવા ઠંડા પવનોએ ગુજરાત તરફનું રૃખ કરતા જામનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.

જામનગર તથા સમગ્ર હાલાર પંથકમાં વધી રહેલા તાપમાન પર આજે બ્રેક લાગી હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં ર.૩ ડીગ્રીનો ઘટાડો થતા નગરમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડીગ્રીથી પણ વધુ ઘટી ગયું હતું. જેના પગલે સમગ્ર હાલાર પંથકમાં લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તાર તથા નગરસિમ વિસ્તારમાં ઠંડીનો વધુ અનુભવ થયો હતો.

કડકડતી ઠંડીથી બચવા માટે લોકોએ સ્વેટર, ટોપી, હાથ મોજા, જેકેટ જેવા ગરમ વસ્ત્રોનો તથા તાપણાનો સહારો લીધો હતો. ઠંડીના માધ્યમથી કુદરતે જાણે વટહુકમ કરીને ૧૪૪ ની કલમ લાગુ કરી દીધી હોય તેમ નગરના મુખ્ય માર્ગો સુમસામ ભાષતા હતાં.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૯.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું તેમજ પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર.૭ ડીગ્રી રહેવા પામી હતી.

Related posts

જામનગરમાં એક કરોડની છેતરપિંડી વચ્ચે ખંડણી માટે સાયબર હેકર્સોનો મોટો પડકાર

Nawanagar Time

ખંભાળિયા: હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે ચાલતું આંદોલન સમેટાયું

Nawanagar Time

લાલપુર યાર્ડ ટેકાના ભાવે મગફળી નહીં ખરીદે

Nawanagar Time

Leave a Comment