Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના આકાશમાં છવાશે ‘નવાનગર ટાઇમ’ના પતંગ

hailar-sky-chavase-nawanagar-taimana-kite

જામનગર:-જામનગરવાસીઓ સોમવારે મકર સંક્રાંતિના પર્વમાં રંગબેરંગી પતંગ ચગાવવા અને વિવિધ પકવાનોનો સ્વાદ માણવા થનગની રહ્યાં છે ત્યારે  આ વર્ષે જામનગરના અખબારી આલમમાં નવા પ્રવેશેલા ‘નવાનગર ટાઇમ’ના પતંગ પણ ગગનમાં છવાઇ જશે. જામનગરના વિવિધ વિસ્તારોમાં નવાનગર ટાઇમની ટીમ જરૂરિયાતમંદ પરિવારોને પતંગોનું વિનામૂલ્યે વિતરણ કરશે.

ચાલુ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાઓથી લઇ વડીલો સુધી, ગરીબ-તવંગર સહિતના સૌ પતંગરસિયાઓ ઉત્તરાયણની મજા માણવા તૈયાર છે. જો કે, અનેક પરિવારો એવા છે જેઓ આ મજા માણવા આર્થિક રીતે સદ્ધર નથી. જેથી આ વર્ષે ‘નવાનગર ટાઇમ’ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો ઉત્તરાયણની મોજ અને તહેવારનો આનંદ માણી શકે તેવા શુભ હેતુથી પતંગોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ કાર્ય માટે નવાનગર ટાઇમ સાંધ્ય દૈનિકની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Related posts

આ વર્ષે ચોમાસામાં જામનગરના 19 ગામ વિશ્ર્વથી વિખૂટા પડશે

Nawanagar Time

જામનગરના કોચને એક ફૂટબૉલ બે લાખમાં પડ્યો!

Nawanagar Time

વાકા.. વાકા.. એ..ઓ.. ! શકીરાના ગીત ઉપર ઝૂમતા રાજ્યમંત્રી-મેયર

Nawanagar Time

Leave a Comment