Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારની 30 પ્રાથમિક શાળાની સ્વચ્છતા એવોર્ડ માટે પસંદગી

hailars-30-primary-school-hygiene-awards

જામજોધપુર, લાલપુર, ધ્રોલ, જોડિયા અને કાલાવડમાંથી ત્રણ-ત્રણ શાળાની પસંદગી

જામનગર:-સરકાર માન્ય પ્રાથમિક શાળાઓમાં અભ્યાસઅર્થે આવતા બાળકોને શિક્ષણ આપવા સાથે અન્ય જીવન જરૂરી જ્ઞાન આપવુ તેમજ બાળકના સ્વાસ્થ્યની કાળજી લેવી તે પણ  એક મહત્વનો ભાગ છે.ત્યારે સ્વચ્છ ભારત અભિયાનનો શાળામાં અમલીકરણ અને પ્રાથમિક શાળાને પ્રોત્સાહન પુરૂ પાડવાના હેતુસર શાળાને સ્વચ્છતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

જેના માટે એવોર્ડ કમિટી શાળાની રૂબરૂ મુલાકાત લઇને મૂલ્યાંકનને આધારે દરેક તાલુકાદીઠ ત્રણ શાળાની પસંદગી કરે છે.જે શાળાને સરકાર રોકડ પુરૂષ્કાર અને એવોર્ડ આપી સન્માનીત કરે  જામનગર અને દ્વારકા જિલ્લાની 30 પ્રાથમિક શાળાની સ્વચ્છતા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકાર માન્ય પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે શાળામાં તમામ પ્રકારે ચોક્કસાઇ અને સ્વચ્છતા રાખવાની બાબતે પ્રોત્સાહિત કરવામાં આવે છે.શાળા સ્વચ્છતા એવોર્ડમાં ભાગ લેવા શાળાએ તમામ માહિતી સાથે ઓનલાઇન ફોર્મ  આવે છે.અને જેના પરથી એવોર્ડ કમિટી તમામ શાળાની રૂબરૂ મુલાકાત લે છે.અને એવોર્ડ કમિટીના મુલ્યાંકનના આધારે શાળાની પસંદગી કરવામાં આવે છે.અને જિલ્લાના દરેક તાલુકા દીઠ ત્રણ શાળાની ક્રમ પ્રમાણે પસંદગી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં એવોર્ડ કમિટિએ શાળાની રૂબરૂ મુલાકાત લઇ જામજોધપુર, લાલપુર, ધ્રોલ, જોડિયા અને કાલાવડમાંથી ત્રણ-ત્રણ શાળાની  કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ખંભાળિયા,ભાણવડ અને દ્વારકા તાલુકામાંથી ત્રણ ત્રણ શાળાની પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રથમ ક્રમાંકે આવેલ શાળાને રૂ.15000 બીજા ક્રમાંકે આવેલ શાળાને રૂ.10000 અને તૃતીય કક્ષાએ આવેલ શાળાને રૂ.5000નું રોકડ ઇનામ આપવામાં આવે છે. 26મી જાન્યુઆરી 2019ના દિવસે શાળાને સન્માનિત કરી હતી. જામનગરની નાની  શાળાની રાજ્ય કક્ષાએ પસંદગી સ્વચ્છતા સર્વેક્ષણમાં જિલ્લાકક્ષાએ પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવતી હોય છે. જે શાળામાંથી અમુક શાળાની રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવતી હોય છે.જેમાં જામનગરની નાની વાવડી પ્રાથમિક શાળાની રાજ્યકક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં પસંદગી કરવામાં આવી છે.

Related posts

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રિય દરજ્જો આપતી કેન્દ્ર સરકાર

Nawanagar Time

નોટબંધી વખતે કાર કે સોનું ખરીદનારની થશે સ્ક્રુટીની

Nawanagar Time

ઘવાયેલા સમડી પક્ષીને બચાવતી લાખોટા કલબ

Nawanagar Time

Leave a Comment