Nawanagar Time
ગુજરાત જામનગર

હકુભા બન્યા રાજ્યકક્ષાના પ્રધાન

hakubha-is-minister-of-state

હકુભાનો પ્રધાન મંડળમાં સમાવેશ થતાં રાજપૂત સમાજ ખુશખુશાલ: રૂપાણી મંત્રી મંડળમાં જવાહર ચાવડાને કેબિનેટ મંત્રીપદ

જામનગર:-લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાતા રાજકિય ઉથલ-પાથલ સર્જાઈ છે ત્યારે આજે રાજ્યની રૂપાણી સરકારના મંત્રમંડળનું વિસ્તરણ કરાયું છે. જેમાં જામનગરના લોકલાડિલા ધર્મેન્દ્રસિંહ (હકુભા)  રાજ્યકક્ષાના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, ‘નવાનગર ટાઈમ’ દ્વારા તા.4, ફેબ્રુ. ના રોજ હકુભા જાડેજાનો મંત્રીમંડળમાં સમાવેશ થાય છે તેવો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જે આજે અક્ષરસ: સાચો ઠર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં જબરી ઉથલ-પાથલ સર્જાઈ છે. ગઈકાલે કોંગ્રેસના જૂના જોગી માણાવદરના  જવાહર ચાવડા અને હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતાં મંત્રીમંડળનું વિસ્તરણના સ્પષ્ટ સંકેતો મળ્યાં હતાં. જેમાં આજે રૂપાણી સરકાર મંત્રીમંડળનો વિસ્તાર થયો છે. જેમાં પીઢ કોંગી નેતા જવાહર ચાવડાએ કેસરિયો ધારણ કરતાં તેઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તો બીજી તરફ જામનગરના લોકપ્રિય ધારાસભ્ય હકુભા જાડેજાને રૂપાણી સરકારમાં  પ્રધાનપદ મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે, હકુભા જાડેજા ગત્ ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતાં અને પક્ષની કાર્યપ્રણાલીથી નારાજ થઈ ભાજપમાં જોડાઈ વિકાસકામોને વેગવંતા બનાવ્યા છે.

Related posts

આગામી SSC અને HSC પરીક્ષાના માર્ગદર્શન અંગે કાઉન્સેલિંગ રચના કરાઈ

Nawanagar Time

જામ્યુકોની હાઉસ ટેકસ શાખામાં નામ ટ્રાન્સફરના ફોર્મની ઉઘાડી લૂંટ બંધ કરો

Nawanagar Time

પાક વીમા અને ખાતર પ્રશ્ને ખેડૂતો તંત્રના દ્વારે, ક્લેક્ટરને કરી લેખિત રજૂઆત

Nawanagar Time

Leave a Comment