Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના વાતાવરણમાં પલટો: છાંટા પડ્યાં

halaars-atmosphere-changes-splashing

શિયાળો, ઉનાળો અને ચોમાસાનું મિશ્ર વાતાવરણ: અચાનક વરસાદી છાંટા પડતાં જગતનો તાત ચિંતિત

જામનગર:-રાજ્યમાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ બીજી તરફ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આજે સવારે હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે જામનગર શહેરમાં ઝરમર-ઝરમર  વરસ્યા હતાં, તો જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા સુધી છાંટા પડતાં ખેતરોમાં જીરૂ, ચણાં અને ઘઉંનો મોલ ઉભો હોય, જગતનો તાત ચિંતિત બન્યો હતો.

જામનગરના વાતાવરણમાં એકાએક પલટો અનુભવાયો છે. લઘુતમ તાપમાનમાં એકાએક 6 ડીગ્રીનો વધારો થતાં લોકોએ ગરમીનો  અહેસાસ કર્યો હતો. ગઇકાલે સાંજે પવનની ગતિમાં પણ વધારો થયો હતો.  સમયે ઠંડી અનુભવાય હતી. જાણકારોનું કહેવું છે, કે હાલાર દરિયા કિનારાનો વિસ્તાર હોવાથી અહીં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અચાનક જ આજે વહેલી સવારે જામનગર શહેરમાં ફર-ફર છાંટાનું ફોરૂં વરસ્યું હતું. દરમિયાન જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા સુધી વરસાદી છાંટા પડતાં ખેડૂતો ચિંતિત બની ગયાં હતાં.

દરમિયાન જામખંભાળિયા, ઓખા  પણ ઉનાળાના પગરવ વચ્ચે આજે સવારે પાંચ વાગ્યાના અરસામાં અચાનક જ વાતાવરણમાં બદલાવ આવતાં છાંટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાલાર વિસ્તાર દરિયા કિનારે વસેલો હોવાથી  અહીં ગમે ત્યારે વાતાવરણમાં પલટો થાય છે.

જામનગર સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડવાના અહેવાલ મળી રહ્યા છે. પાટણ અને બનાસકાંઠાના  વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલ રાધનપુરમાં વરસાદી છાંટા પડતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. આ સિવાય બનાસકાંઠાના દિયોદરમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. સામાન્ય રીતે બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાં જીરું, એરંડા જેવા રોકડિયા પાકો વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે, જેથી વરસાદી છાંટા ખેડૂતોનું ઘણું બધું અહિત કરી શકે

જ્યારે કંઈક આવી જ સ્થિતિ અરવલ્લીમાં પણ જોવા મળી છે. અરવલ્લીમાં પણ વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યાં છે. જેને લઈને જગતના તાત ચિંતિત બન્યા છે.

Related posts

જામનગરમાં આઈપીએલનો સટ્ટો પકડાયો

Nawanagar Time

જામનગર જિલ્લામાં લગ્નગાળા વચ્ચે કોરોના અટકાવવા સરપંચો અને તલાટીઓને અપાઈ સૂચના: ડે.ડીડીઓ

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં કોરોનાના પાંચ નવા કેસ

Nawanagar Time

Leave a Comment