Nawanagar Time
ગુજરાત જામનગર

જી. જી. હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે હાલાકી

halaki-for-sonography-in-g-g-hospital

ગામડાઓમાંથી આવતા દર્દીઓ સવારથી સાંજ સુધી ઊભા રહે છે લાઇનમાં

જામનગર:-જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં સોનોગ્રાફી કરાવવા આવતા  સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોય દર્દીઓ  હેરાન-પરેશાન થઇ જાય છે.

સૌરાષ્ટ્રની નંબર-1 ગણાતી જામનગરની જી. જી. હોસ્પિટલ આમ તો નિષ્ણાંત તબીબોની સજ્જ છે પરંતુ કેટલીક ખામીઓને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

જી. જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગમાં કુલ ચાર સોનોગ્રાફીના મશીન છે. જેમાં બે મશીન  દર્દીઓ માટે છે તો એક મશીનમાં ગર્ભવતી મહિલાઓની સોનોગ્રાફી કરવામાં આવે છે જયારે એક મશીન મોટી સોનોગ્રાફી માટે રાખવામાં આવ્યું છે. સોનોગ્રાફી કરાવવા માટે રોજના 80થી વધુ દર્દીઓ હોય છે. ત્યારે બહારગામથી આવતાં દર્દીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે.

હોસ્પિટલમાં જામનગર શહેર જિલ્લા ઉપરાંત અન્ય શહેરોમાંથી દર્દીઓ સારવાર લેવા  છે. ગામડાઓમાંથી આવતાં દર્દીઓ તો સવારથી જ સોનોગ્રાફી કરાવવા લાઇનમાં ઊભા હોય છે. પરંતુ તેઓનો છેક સાંજે સોનોગ્રાફી કરાવવાનો વારો આવે છે.

Related posts

રાજય કક્ષાની એથ્લેટીક ચેમ્પીયનશીપ સ્પર્ધામાં જામનગરના દબદબો 81 મેડલ મેળવ્યા

Nawanagar Time

મુદ્રા યોજનાને કારણે બેંકોને રૂ.3.21 લાખ કરોડનો ધૂંબો

Nawanagar Time

એક અધિકારીની બેનામી સંપત્તિ અંગે ગુનો દાખલ થશે

Nawanagar Time

Leave a Comment