Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના મહેસૂલી કર્મચારીઓની આજે હડતાલ

halal-revenue-staff-strikes-today

બઢતી સહિતની જુદી-જુદી 9 માંગણીઓ મુદ્દે માસ સીએલ : જો સરકાર માંગણીઓ નહીં સંતોષે તો 11 મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ

જામનગર:-જામનગર અને દ્વારકા જિલ્લાના તમામ રેવન્યુ કર્મચારી વર્ગ-3 આજે શુક્રવારે માસ સીએલ મુકીને રાજ્યના મહામંડળના આદેશ મુજબ 11મીથી અચોક્કસ મુદતની  પર ઉતરવા મન બનાવી લીધું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ વર્ગ-3ના 300 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ દ્વારા બઢતી સહિતના 9 પ્રશ્ર્નોને લઇને રાજ્યભરના અન્ય મંડળોની માફક ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશાનુસાર તા.8ના રોજ માસ સીએલ મુકી સરકાર સામે જંગ શરૂ કર્યો

વધુમાં આજે જામનગર  જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં પ્રમુખ ચેતનભાઇ ઉપાઘ્યાયની અગ્રતામાં એકઠા થઇને પોતાની લાગણી રજુ કરશે. આચાર સંહિતા ગમે ત્યારે લાગુ પડે તેવા સંજોગોમાં સભ્યના રેવન્યુ કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર હાથમાં લેતાં આગામી દિવસોમાં સરકારનો શું નિર્ણય રહે છે. તેના પર કર્મચારીઓની મીટ મંડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા  પહેલા વિવિધ પડતર પ્રશ્ર્નોની માંગણીઓ સામે શિક્ષકો, આંગણવાડીની બહેનો તેમજ એસટીના કર્મચારીઓએ હડતાળ પાડી હતી. ત્યારે હવે જામનગર જિલ્લાના રેવન્યુ કર્મચારીઓ રજા ઉપર ઉતરી જઇ વિરોધ નોંધાવ્યો છે.

દરમ્યાન જો મહેસુલી કર્મચારીઓની માસ સીએલ બાદ પણ રાજય સરકાર દ્વારા પડતર માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી તા. 11  સમગ્ર રાજયના મહેસુલી કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવા નકકી કરવામાં આવ્યું છે.

Related posts

સૌની યોજનાથી સપડા, વિજરખી અને રણજીતસાગર ડેમ ભરવા માટે રજૂઆત

Nawanagar Time

જામનગરમાં કોરોનાનો ફરી તરખાટ: 24 કલાકમાં 4 મોત

Nawanagar Time

જામજોધપુરમાં એસ્સારના પેટ્રોલ પંપમાં ગોલમાલ

Nawanagar Time

Leave a Comment