Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના આલિયાબેટ, પીરોટન ટાપુ આંદમાન-નિકોબાર જેવા બનશે

halars-aliyabat-the-pirotan-island-will-be-like-the-andaman-nicobar-islands

ગુજરાતમાં આઇલેન્ડ વિકસાવવા માટે હવે વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરાશે

જામનગર :-ગુજરાત સરકારને આઇલેન્ડ ડેવલપ કરવા માટે કોઇ ડેવલપર્સ મળ્યા નથી તેથી સરકારે હવે તેને વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં મૂકવાનું નક્કી કર્યું છે. સરકારના પ્રવાસન વિભાગની આ પ્રપોઝલ સરકારે સ્વીકારી છે અને તેના માટે ઙઙઙ મોડલ અને પ્રાઇવેટ કંપનીઓને આમંત્રણ આપ્યાં છે. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના દરિયાકિનારે આવેલા આઇલેન્ડને આંદામાન અને નિકોબારની જેમ જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના આલિયાબેટ, પીરોટન સહિતના ટાપુઓ  વિકસાવવાનો સરકારનો પ્લાન છે. જો આ પ્લાન સક્સેસ થાય તો ઉનાળાની સિઝનમાં લોકોને બહુ દૂર જવું પડે તેમ નથી, કારણ કે આ આઇલેન્ડ પર જવા માટે બોટ મોજૂદ હશે. આઇલેન્ડ પર પર્યાવરણિય જતન સાથેની હોટલ્સ અને મોટલ્સ મળશે.

ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ તરફથી એક એજન્ડા બનાવવામાં આવ્યો છે જેમાં પ્રવાસન, ઉદ્યોગ અને ફાયનાન્સના ઓફિસરોને ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, લક્ષ્યદ્વિપ અને આંદામાન-નિકોબારમાં અભ્યાસ માટે મોકલવાની ભલામણ કરવામાં આવી હતી પરંતુ તે દિશામાં કોઇ કાર્યવાહી થઇ નથી તેથી આ આઇલેન્ડને ખાનગી કંપનીને ડેવલપ કરવામાં આવે તેવી સંભાવના છે. અને ખાસ કરીને સમૃદ્ધ દરિયા કિનારો અને કુદરતી ટાપુઓનો અમૂલ્ય ખજાનો પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગંભીર પણે સરકારે મન બનાવ્યું છે.

આગામી વાયબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર આઇલેન્ડ ડેવપમેન્ટ ઓથોરિટી પણ બનાવવા માગે છે. આઇલેન્ડ ડેવલપમેન્ટમાં પ્રથમ તબક્કે સૌરાષ્ટ્રના આઠ જેટલા ટાપુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં પ્રવાસીઓને આકર્ષવા માટે હોટલ્સ, દરિયાની રમતો, મનોરંજનના સાધનો, એડવેન્ચર સહિતની સુવિધાઓ પ્રાપ્ય બનાવવામાં આવશે જેથી ગુજરાતના પ્રવાસીઓને ગુજરાત બહાર નહિ જવું પડે ઉપરાંત સરકારને પણ આવા આઇલેન્ડ વિકસાવી કરોડો રૂપિયાની કમાણી થશે. વાયબ્રન્ટ સમિટ 2019માં રાજ્ય સરકાર દ્વારા જામનગરના પિરોટન, દ્વારકા, પોરબંદર, આલિયાબેટ, મિયાણી, ઓખા, માધવપુર અને નર્મદા નદીની નજીકના પ્રખ્યાત કબીરવડનો પ્રથમ તબક્કે વિકાસ કરવામાં આવશે તેવું આ ઓફિસરે કહ્યું હતું. ડેવલપમેન્ટ બોર્ડ તરફથી પર્યાવરણિય સ્થિતિ, નકશા, ટેપોગ્રાફી, વિજીટેટીવ નેચર, જંગલ, વાઇલ્ડલાઇફ, પ્રોટેક્શન, જમીનના હક્કો, રહેણાંકના હક્કો એવી તમામ બાબતોના આધારે વિકાસ પ્લાન બનાવવાનું નક્કી કર્યું છે. સરકાર દ્વારા આ આઇલેન્ડના વિકાસ માટે ભારત સરકારના કોલ્ટલ ઝોન રેગ્લુલેટરી ઓથોરિટીની મંજૂરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Related posts

ખંભાળિયા પંથકમાં બેઠો ઠાર

Nawanagar Time

કાલાવડમાં મહારાષ્ટ્રથી આવેલ સાળાને આશ્રય આપી ઓળખ છૂપાવવા બદલ બનેવી સામે ફરિયાદ

Nawanagar Time

ઘરમાં બેસી દારૂ પીવો ગુન્હો ગણાય? હાઇકોર્ટમાં રિટ

Nawanagar Time

Leave a Comment