Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર સહિત સૌરાષ્ટ્રના અડધા ATM થશે બંધ

half-of-saurashtra-including-jamnagar-will-stop-atm

ટેકિનકલ અપગ્રેડેશનના કારણે ઓછી ‘ઘરાકી’ વાળા એટીએમ બંધ કરવા નિર્ણય

જામનગર:-બેન્કોમાં તહેવારોની રજાઓ બાદ ચાલુ મહિનામાં ફરી એકવાર બેન્કીંગ ટ્રાન્જેકશનને અસર થવાની સંભાવના છે! આ વખતે એટીએમ બંધ થાય તેવી સંભાવના છે. જામનગર સહિત સૌરાષ્ટ્રભરના અડધો અડધ એટીએમ મહિનાના  બંધ થાય તેવી સંભાવના છે ! કારણ ટેકનિકલ અપગ્રેડ અપાયુ છે પરંતુ હજારો સંખ્યામાં એટીએમ બંધ થવાના કારણે હજારો કર્મીઓની નોકરીઓ પર પણ તલવાર લટકી રહી છે.

મહિનાના અંતમાં દેશના અડધા ભાગના એટીએમ બંધ થઇ શકે છે. ક્ધફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી એટલે કે સીએટીએમઆઈ તરફથી આ સૂચના આવી છે.  એટીએમ બંધ થવા પાછળનું કારણ ટેક્નિકલ અપગ્રેડ હોવાનું જણાવ્યું છે. દેશમાં લગભગ 2.38 લાખ એટીએમ છે. જેમાંથી લગભગ 1.13 લાખ એટીએમ બંધ થઇ શકે છે. એટીએમ બંધ થવાને લીધે હજારો નોકરીઓ પર અસર પડશે. આ અંગે સીએટીએમઆઈ ગયા વર્ષે પણ આશંકા વ્યક્ત કરી હતી. સીએટીએમઆઈએ કહ્યું કે, જે એટીએમ  થઇ શકે છે તેમાંથી મોટાભાગના શહેરી વિસ્તારના નહીં હોય. આનાથી નાણાંકીય સમાવિષ્ટના પ્રયાસો પ્રભાવિત થઇ શકે છે. કેમ કે, લાભાર્થી એટીએમનો ઉપયોગ સરકારી સબસિડી નીકાળવા માટે પણ કરે છે.

સીએટીએમઆઈએ કહ્યું કે, એટીએમ હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડ સહિત હાલમાં જ થયેલા રેગ્યુલેરી ફેરફાર, કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડને લઇને અધિનિયમ અને  લોડિંગની કેસેટ સ્વેપ મેથડથી અઝખ ઓપરેટ કરવું હાનિકારક થઇ જશે. જેના કારણે તેને બંધ કરવું પડશે. સીએટીએમઆઈના અનુમાન પ્રમાણે, માત્ર નવા કેશ લોજિસ્ટિક્સ અને કેસેટ સ્વેપ મેથડથી એટીએમ ઇન્ડસ્ટ્રી પર 3000 કરોડ રૂપિયા ખર્ચનો બોજો પડશે.

સીએટીએમઆઈ અનુસાર, ઇન્ડસ્ટ્રીની સ્થિતિમાં સુધારો લાવવાનો એક જ માર્ગ છે. તેના માટે ખર્ચનો  ઉપાડવા માટે બેંકો આગળ આવે. જો એટીએમ ડિપ્લોયર્સને બેંકો દ્વારા આ ઇન્વેસ્ટમેન્ટ્સનું વળતર નહીં મળે તો સંભવ છે કે કોન્ટ્રાક્ટ સરેન્ડર કરવાની સ્થિતિનું નિર્માણ થાય અને મોટાપાયે એટીએમ બંધ કરવા પડે. મોંઘી- દેશમાં અઝખ સર્વિસથી થનારી આવકમાં વધારો નથી થઇ રહ્યો. આનું કારણ ઓછા એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ અને સતત  ખર્ચ છે.

Related posts

ખંભાળિયા નગરપાલિકા દ્વારા રૂા.2.65 કરોડના ખર્ચે જૂદા જૂદા કામોનું ખાતમુહૂર્ત

Nawanagar Time

નોટિસ બાદ પણ વાહન વિક્રેતાઓની દાદાગીરી, હેલ્મેટ આપવાની સ્પષ્ટ ના

Nawanagar Time

ફોર્મ્યુલા વન રેસ કારની દુનિયામાં જામનગર ના ગામમાં ઘોડા ગાડા અને બળદ ગાડા રેસ…

Nawanagar Time

Leave a Comment