Nawanagar Time
ગુજરાત જામનગર

જામ્યુકો માત્ર બણગા ફૂંકવામાં મસ્ત: અડધા શહેરમાં ગંદા પાણીનો નિકાલ જ નથી!

half-the-city-is-not-disposed-of-waste-water

મીટરથી પાણી, ગટર ચાર્જની વસૂલાત, ભીના અને સૂકા કચરાનું પણ મનપાની નબળી કામગીરી

જામનગર:-દર વર્ષે કેન્દ્ર સરકારની પરર્ફોમન્સ એસેસમેન્ટ સીસ્ટમના આધારે ફાયાનાન્સ કમીશન ઓડીટ કરી મહાનગરપાલિકાની જુદી જુદી સેવાનું મૂલ્યાંકન કરી બેન્ચમાર્ક આપવામાં આવે છે.સર્વિસ લેવલ બેન્ચમાર્કની ટકાવારી 100 છે.જેમાંથી શહેરમાં મનપા દ્વારા આપવામાં આવતી સેવાનું મૂલ્યાંકન કરી મનપાને ગુણ આપવામાં આવે છે. જામ્યુકોની વેબસાઇટ પર  આવેલા સર્વિસ લેવલ બેન્ચમાર્કના રિપોર્ટ અનુસાર અડધા જામનગરમાં હજુ ગંદાપાણીની નિકાલની વ્યવસ્થાનું નેટવર્ક એટલે કે ભૂગર્ભ ગટર નથી.જેની સામે જામ્યુકોના અધિકારીઓ નવા ભળેલા વિસ્તારોને કારણે ગટર વ્યવસ્થાનું નેટવર્ક ન હોવાનો દાવો કરે છે.પરંતુ નવા વિસ્તારો તો વર્ષ-2014 માં જામ્યુકોમાં ભળ્યા છે છતાં ગોકળ ગાયની ગતિએ કામગીરીથી શહેરીજનો સુવિધાથી વંચિત  મીટરથી પાણી,ગટર ચાર્જની વસૂલાત,ભીના અને સૂકા કચરાનું પૃથ્થકરણમાં પણ મનપાની નબળી કામગીરી હોવાનું રિપોર્ટમાં જાહેર થયું છે.

જામનગરમાં ફરિયાદોનો કાગળ પર જ નિકાલ છતાં 100 ટકા નિરાકરણથી આશ્ચર્ય શહેરીજનો દ્વારા મહાનગરપાલિકાને લેખિત તેમજ સ્વચ્છતા એપ મારફત તસ્વીર સહ ફરિયાદો કરવામાં આવે છે.જેમાંથી મોટાભાગની ફરિયાદનો નિકાલ કાગળ પર કરી તમારી  ઉકેલાઇ ગઇ હોવાનો સંદેશો મનપા તરફથી મળતો હોવાની ફરિયાદો શહેરીજનોમાં છાશવારે ઉઠી રહી છે છતાં મનપા દ્વારા લોકફરિયાદનું 100 ટકા નિરાકરણ કરવામાં આવતું હોવાનું બેન્ચમાર્ક રિપોર્ટમાં જણાવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.

જામનગર એસટી ડેપોમાં ધૂળ ખાતી જલસેવા સુવિધા

જામનગરમાં આવેલ એસ.ટી. ડેપો નિંભર તંત્ર અને ગાંધારીની ભૂમિકામાં રહેલા અધિકારીઓના  ડેપોની હાલત દિનપ્રતિદિન બદતર બની રહી હોવાના દૃશ્યો જોવા મળી રહ્યા હોવાથી મુસાફરોને અસુવિધાનો સામનો કરવાની ફરજ પડતી હોવાથી રોષની લાગણી જન્મી છે ત્યારે આવું જ એક દૃશ્ય ડેપોમાં આવેલ મુસાફરો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ જલસેવા છેલ્લા લાંબા સમયથી ધુળ ખાઇ રહયું છે હોવાથી મુસાફરોની એક સારી સુવિધા છીનવાઇ  છે ત્યારે ગાંધારીની ભૂમિકામાં રહેલા અધિકારીઓ જાગશે કે શું સહિતના સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.

Related posts

ખંભાળિયાના બારા ગામે ભારે પુરમાં વિદ્યાર્થીઓ સાથેની બસ અટવાઇ

Nawanagar Time

લાવો પંદરસો ! જામનગર મહાનગર પાલિકામાં ચાલતાં ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ વાયરલ

Nawanagar Time

‘પાસ’ નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ

Nawanagar Time

Leave a Comment